દરેક ગ્રહો સમયે સમયે તેની રાશિ બદલે છે જેની સીધી અસર માનવ જીવન પર પડે છે. બુધ ગ્રહ 27 દિવસે રાશિ બદલે છે. પરંતુ જ્યારે કોઈ રાશિના વક્રી થાય છે તો તેનાથી વધુ સમય માટે રહે છે. આ સમયે બુધ વૃષભ રાશિમાં છે અને તે વક્રી ચાલ ચાલી રહ્યો છે. કાલે એટલે કે 3 જૂનથી બુધ માર્ગી થશે. બુધ માર્ગી થવાથી 4 રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે. તેમને કારકિર્દી અને વેપાર ધંધામાં ખુબ લાભ થશે.
1.વૃષભ રાશિ: બુધ વૃષભ રાશિમાં જ માર્ગી થઈ રહ્યો છે. બુધની સીધી ચાલ વૃષભ રાશિના જાતકોની કિસ્મત ચમકાવી દે છે. તેમના જીવનમાં રહેલી દરેક પરેશાનીનો અંત આવશે. તેમને વેપાર અને કેરિયરમાં ખુબ લાભ થશે. બરોજગારોને સારી નોકરી મળશે. જે લોકો પહેલાથી જ નોકરીમાં છે તેમને પ્રમોશન મળશે. આર્થિક સંકડામણ દૂર થશે.
2.મિથુન રાશિ: બુધના માર્ગી થવાથી મિથુન રાશિના લોકોને પણ ખુબ લાભ થશે. તેઓ દરેક કામ આત્મવિશ્વાસ સાથે કરી શકશે. ઈન્ટરવ્યૂ દરમિયાન પણ કોન્ફિડન્સથી વાત કરી શકશે. જેથી તેમની નોકરીની તકો ઉજળી બનશે. પરિવારના સભ્યો તરફથી માન સન્માન મળશે અને લગ્ન જીવન સુખી બનશે. પૈસાની તંગી દૂર થશે. વેપારમાં પ્રગતિ થશે.
3.કન્યા રાશિ: 3 જૂનથી માર્ગી થઈ રહેલો બુધ કન્યા રાશિના લોકોની કિસ્મત ખોલી દે છે. તેમના અટકેલા કામો પૂર્ણ થશે. આ ઉપરાંત લાંબા સમયથી બ્લોક થયેલા કે ઉછીના આપેલા પૈસા પરત મળશે, વેપારમાં નવા પ્રોજેક્ટ હાથમાં આવશે. ઘરમાં આર્થિક તંગી દૂર થશે. આ ઉપરાંત તમે નવું ઘર કે નવી કાર પણ લઈ શકો છો. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે.
4.મકર રાશિ: આવતીકાલથી મકર રાશિના લોકોના અચ્છે દિન શરૂ થશે. તેઓ પરિવાર સાથે કોઈ મોટી ધાર્મિક યાત્રા કે હિલ સ્ટેશન પર જઈ શકે છે. આ ઉપરાંત અજાણ્યા લોકો પાસેથી નવા કામો મળી શકે છે જેથી ધન લાભ થશે. નોકરી ધંધામાં પ્રગતિ થશે. કેરિયરમાં સેટ કરેલા ગોલ પ્રાપ્ત કરી શકશો. ઓફીસમાં તમારા કામની કદર થશે. ઓફીસના કામ અર્થે વિદેશ જવાનો પણ યોગ બનશે. પરિવારના વડિલ તરફથી કોઈ ભેટ મળી શકે છે. નોકરીમાં ઈન્ક્રીમેન્ટ પણ મળી શકે છે.