ફક્ત 32 વર્ષની ઉંમરમાં આ ખ્યાતનામ અભિનેત્રીનું રોડ અકસ્માતમાં મોત, ચાહકો સદમામાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધણધણી ઉઠી

પોતાની બાઈક લઈને રોડ પર ચાલી રહી હતી આ ખ્યાતનામ અભિનેત્રી, ટ્રેક્ટરે કચડી નાખી, 32 વર્ષની નાની ઉંમરમાં જ થયું મોત, ચાહકોને નથી આવી રહ્યો વિશ્વાસ

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી  રહી છે, છેલ્લા થોડા સમયમાં જ ઘણા બધા ખ્યાતનામ કલાકારો આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે, ચાહકો પણ હજુ તેમના નિધનથી આઘાતમાં ત્યારે હવે વધુ એક ખબરે ચાહકોને હચમચાવી દીધા છે. જેમાં ફક્ત 32 વર્ષીય ખ્યાતનામ અભિનેત્રીનું રોડ અક્સમાતમાં મોત થયું છે જેનો ચાહકો પણ વિશ્વાસ નથી કરી શકતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મરાઠી ઇન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી કલ્યાણી કુરાલે જાધવનું કોલ્હાપુરમાં એક રોડ અકસ્માતમાં મોત થયું છે. 32 વર્ષીય આ અભિનેત્રીના નિધનથી મરાઠી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર કલ્યાણીનું નિધન કોલ્હાપુર-સાંગલી હાઇવે પર થયું છે. કલ્યાણી જયારે હલોંનદી ઇન્ટરસેક્શન પાસેથી પોતાની મોટરબાઈક લઈને પસાર થઇ રહી હતી ત્યારે જ તેને એક ટ્રેક્ટરે ટક્કર મારી હતી.

તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવી પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. પોલીસે આ મામલે ટ્રેકટર ચાલક વિરુદ્ધ આઇપીસી અને મોટર વાહન અધિનિયમની કલમો દાખલ કરીને કેસ નોંધ્યો છે, હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે હવે કલ્યાણીની નિધન બાદ તેનો છેલ્લો વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કલ્યાણી ડાયલોગ પર લિપસિંગ કરતી જોવા મળી રહી છે અને મિત્રોને જણાવી રહી છે કે એમ જ કોઈ મિત્ર પાકું નથી હોતું. કમીનાપણું પણ બરાબર હોવું જોઈએ. કલ્યાણીના કેરિયરની વાત કરીએ તો તેને “તુજ જીવ રંગલા” ટીવી સીરિયલમાંથી નામના મળેવી હતી. આ ઉપરાંત તે “ડંખચા રાજા જ્યોતિબા”માં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેને અન્ય ઘણા મરાઠી શોમાં પણ કામ કર્યું હતું.

Niraj Patel