ખબર વાયરલ

સરકારી સ્કૂલની આ પ્રખ્યાત શિક્ષિકાએ અમેરિકી શિક્ષિકાઓને ભારતીય પરિધાનમાં શીખવાડી એવી વસ્તુ કે ખુશીથી ઝૂમી ઉઠ્યા વિદેશીઓ, જુઓ વીડિયો

સ્કૂલ એ શિક્ષાનું મંદિર છે અને તેમાં પણ જો શિક્ષકો ભગવાન જેવા મળી જાય તો સોનામાં સુગંધ ભળે. હાલ સોશિયલ મીડિયામાં સરકારી શાળાની એક શિક્ષિકા મનુ ગુલાટી ખુબ જ ચર્ચામાં છે. તેમના ભણાવવાની રીતથી સૌ કોઈ તેમના ફેન બની ગયા છે. દિલ્હીની આ શિક્ષિકાની ભણાવવાની રીત ના ફક્ત ભારતીય લોકોને પરંતુ વિદેશીઓને પણ તેમના તરફ આકર્ષી રહી છે.

મનુ ગુલાટી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં તે અમેરિકન શિક્ષકોને મળી, જેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો. આ વીડિયોમાં તે અમેરિકન શિક્ષકો સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. તેનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મનુ ગુલાટી અમેરિકન શિક્ષકો સાથે અંગ્રેજી ગીત પર ડાન્સ કરતી જોવા મળી શકે છે. તેણે ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યો અને કેપ્શન લખ્યું, ‘ભારતીય સ્કૂલોમાં અમેરિકન શિક્ષકોને તેમના ક્લાસરૂમમાં સંગીતનો ઉપયોગ કરવાની તાલીમ. યુ.એસ.ના ફુલબ્રાઈટ-નેહરુ અંગ્રેજી શિક્ષણ સહાયકો સાથે સંગીત અને નૃત્ય દ્વારા કાર્ય આધારિત ભાષા શિક્ષણની ઝલક.’

દિલ્હીની સરકારી શાળામાં અંગ્રેજી ભણાવતા શિક્ષક મનુ ગુલાટી હવે હજારો વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બની ગયા છે. હજારો લોકો તેમને અનુસરવા માટે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર નજર રાખે છે. તે અવારનવાર આવા કેટલાક વીડિયો પોસ્ટ કરે છે જે આજના યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Manu Gulati (@manugulati11)

છેલ્લા કેટલાક મહિનાઓથી તે લાઈમલાઈટમાં છવાયેલા છે. લોકો તેના વીડિયો જોવાની મજા સાથે અવનવું શીખે પણ છે. આ પહેલીવાર નથી જ્યારે તે તેના વિદ્યાર્થીઓ સાથે આવી મસ્તી કરતી જોવા મળી હતી, આ પહેલા પણ તે ક્લાસમાં વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરીને મનોરંજન કરી ચૂકી છે. ઈન્સ્ટાગ્રામ પર મનુ ગુલાટીના 19 હજારથી વધુ ફોલોઅર્સ છે.