“આદિપુરુષ”ના ડાયલોગ લખવા પર ટ્રોલ થયેલા લેખક મનોજ મુંતશિરે છેવટે માંગી માફી, લોકો બોલ્યા- “હવે ડાહપણ શું કામનું ?” જુઓ

“આદિપુરુષ”ના ડાયલોગ લખવા પર શર્મિંદા થયો લેખક મનોજ મુંતશિર, કહ્યું, “હું સ્વીકારું છું કે આદિપુરુષ ફિલ્મથી લોકોની ભાવનાઓ…”, જુઓ

Manoj Muntashir apologized : ગયા મહિને રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરુષને લઈને લોકોમાં આજે પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોને ફિલ્મ રીલીઝ પહેલા હતું કે આ ફિલ્મ રામાયણ પર છે અને તેથી જ લોકોએ એડવાન્સ બુકીંગ પણ કરાવ્યું હતું, પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ તેના વીએફએક્સ અને ડાયલોગના કારણે લોકોએ નકારી દીધી. ખાસ કરીને ફિલ્મના ડાયલોગ પર લોકો ગુસ્સે ભરાયા અને લેખકને બરાબર ટ્રોલ કર્યા.

ટ્રોલ થયા બાદ માંગી માફી:

રિલીઝ બાદ પણ ઘણા નિવેદનોને લઈને આદિપુરુષના લેખક મનોજ મુંતશિર ટ્રોલ થયા હતા, પરંતુ હવે તેમને માફી માંગી લીધી છે. આદિપુરુષ વિવાદ પર પ્રતિક્રિયા આપતા મનોજ મુન્તાશીરે ટ્વિટર પર માફી માંગી છે. મનોજ મુન્તાશીરે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘હું સ્વીકારું છું કે આદિપુરુષ ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, આદરણીય ઋષિઓ અને શ્રી રામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધાને આશીર્વાદ આપે, અતૂટ રહીને આપણા પવિત્ર શાશ્વત અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે.’.

લોકોએ કહ્યું વિશ્વાસ ના કરો:

રાઈટર મનોજ મુન્તાશીર સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘પહેલા તે એને ખૂબ સપોર્ટ કરતો હતો, હવે શું થયું, તે કાચિંડોની જેમ રંગ બદલી રહ્યો છે.’ બીજાએ લખ્યું, ‘મિત્રો, તેની વાતમાં ન પડો, જ્યારે કામ અટકે છે, ત્યારે વલણ બદલાય છે.’ એકે આદિપુરુષના ડાયલોગની સ્ટાઈલમાં લખ્યું, ‘આ તમારી માસીનો બગીચો છે, જેણે પહેલા આપણા ધર્મ અને દેવતાઓની મજાક ઉડાવી અને હવે માફી માંગવા આવે છે.’

હનુમાનજી ભગવાન નથી એવું આપ્યું થયુ નિવેદન:

તમને જણાવી દઈએ કે ફિલ્મ રિલીઝ થયા પછી મનોજે પોતાને દરેક રીતે સાચો સાબિત કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિવાદ વધુ વધ્યો. મનોજે તો ત્યાં સુધી કહ્યું હતું કે હનુમાન ભગવાન નથી, ભક્ત છે. અન્ય એક નિવેદનમાં, તેણે કહ્યું હતું કે, ‘કેટલાક લોકો એવા છે જેઓ ફિલ્મને આજથી નહીં, પરંતુ પ્રથમ દિવસથી નિશાન બનાવી રહ્યા છે. અમે ક્યારેય ફિલ્મને શુદ્ધતાના ધોરણે વેચી નથી. અમે આજ સુધી એવું નથી કહ્યું કે અમે એવી ફિલ્મ બનાવી રહ્યા છીએ જે વાલ્મીકિ દ્વારા લખવામાં આવેલી ભાષાનો જ ઉપયોગ કરવામાં આવે.”

Niraj Patel