BREAKING : કિંગ ખાનના કરોડોના મહેલ મન્નતમાં દરોડા પાડવાની તૈયારી? જાણો વિગત

મુંબઇથી ગોવા જઇ રહેલા ક્રૂઝમાં મળેલ ડગ મામલે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની કાલે ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન સાથે આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પૂછપરછ દરમિયાન આર્યન ખાન રડી પડ્યો હતો. તે તેના આંસુ પર કાબૂ રાખી શક્યો ન હતો. પૂછપરછ દરમિયાન આર્યન ખાને સ્વીકાર્યુ હતુ કે તે 4 વર્ષથી ડગનું સેવન કરે છે. જણાવી દઇએ કે, રવિવારે મોડી સાંજે આ કેસમાં ત્રણ આરોપીઓની એક દિવસની કસ્ટડી NCBને કોર્ટે આપી હતી.

NCBએ આ મામલે વધુ એક સંદિગ્ધ આરોપીને હિરાસતમાં લીધો છે. જેની આજે ધરપકડ થઇ શકે છે. એનસીબી તેને કોર્ટમાં પણ હાજર કરી શકે છે. આજતકના રીપોર્ટ અનુસાર, દિલ્લીના રહેનારા આરેપીઓના ઘરે NCBની છાપેમારી ચાલી રહી છે. NCB દિલ્લીથી જોડાયેલ આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આજતકના એનસીબી સૂત્રો અનુસાર ધરપકડની પ્રક્રિયા બાદ એનડીપીએસ કાનૂનમાં બધા આરોપીઓના ઘરે હાઉસ સર્ચનું પણ પ્રાવધાન છે. એવામાં હવે એ ચર્ચા છે કે, બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઇ સ્થિત બંગલા મન્નતમાં પણ NCB સર્ચ ઓપરેશન કરી શકે છે.

આર્યન ખાનને આજે જમાનત મળવાની ઉમ્મીદ ઓછી છે. આર્યન વિરૂદ્ધ NCBને કેટલાક સબૂત હાથ લાગ્યા છે, જેના આધાર પર તેની કસ્ટડી વધી શકે છે. NCB આજે કોર્ટમાં આર્યન સાથે સાથે ધરપકડ થયેલ આરોપી અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધમેચાની કસ્ટડી પણ વધારવાની માંગ કરશે. આ પહેલા NCB ત્રણેયને જેજે હોસ્પિટલ લઇ ગયા હતા જયાં તેમનો RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તે બાદ તેમને હોસ્પિટલથી NCB ઓફિસ પાછા લાવવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina