નોઈડાના ટ્વીન ટાવર તૂટવાનું દુઃખ થયું આ ખ્યાતનામ અભિનેતાને, તેના પણ હતા આજ ટાવરમાં 2 ફ્લેટ, કહ્યું, “બિલ્ડીંગ સાથે સપના પણ તૂટી ગયા…” જુઓ

થોડા દિવસ પહેલા એટલે કે 28 ઓગસ્ટના રોજ નોઈડામાં ટ્વીન ટાવર જમીનદોસ કરવામાં આવ્યા હતા, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા. આ ટ્વીન ટાવરને લઈને દેશભરમાં તેની ચર્ચાઓ પણ થઇ રહી છે, ત્યારે આ બધા વચ્ચે ટ્વીન ટાવરને લઈને એક ખ્યાતનામ અભિનેતાનું પણ દર્દ છલકાયું છે. તેને પણ આ ટાવર તૂટવા ઉપર મીડિયા સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

આ ઈમારતોમાં ઘણા લોકોના ફ્લેટ હતા, જેને કોર્ટના આદેશ બાદ તોડી પાડવામાં આવ્યા હતા. આ ગગનચુંબી ઇમારતો તોડી પડવાને કારણે ટીવી અભિનેતા મનિત જૌરાને પણ ઘણું નુકસાન થયું છે. કુંડળી ભાગ્ય ફેમ મનિતે હાલમાં જ આ અંગે મોટો ખુલાસો કર્યો છે. આ સાથે તેણે બિલ્ડરો સાથેના અનુભવો પણ લોકોને કહ્યા છે.

કુંડલી ભાગ્ય અભિનેતા મનિત જૌરા એ સેંકડો લોકોમાં સામેલ હતા જેમણે ગયા અઠવાડિયે નોઈડા ટ્વીન ટાવરના ધ્વંસમાં તેમના ઘરો ગુમાવ્યા હતા. અભિનેતાના પિતા સુપરટેક ટાવર્સમાં બે ફ્લેટના માલિક હતા, જે તેમણે 2011 અને 2013માં ખરીદ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં મનિતે આ વિશે ખુલીને વાત કરી હતી.

અભિનેતાએ કહ્યું કે તેમને એ વાતની જાણ નહોતી કે બિલ્ડરો વિરુદ્ધ બાંધકામ સંબંધિત કેસ ચાલી રહ્યો છે. તેણે કહ્યું કે જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તેણે આઠ વર્ષ પહેલા એક વકીલને રાખ્યો હતો કારણ કે તે તેના પૈસા પાછા માંગતો હતો. વાતચીત દરમિયાન તેણે કહ્યું કે મારા પિતાને આ ઉંમરે કોર્ટના ચક્કર લગાવવા પડ્યા આ બધું જોઈને મને ખૂબ જ ખરાબ લાગતું હતું.

અભિનેતાએ આગળ શેર કર્યું કે મોટાભાગના ભારતીયોની જેમ ફ્લેટ ખરીદવો એ તેના પરિવાર માટે ભાવનાત્મક ક્ષણ હતી. તેણે કહ્યું, ‘મારા પિતાએ સારી જગ્યાનું સપનું જોયું હતું, પરંતુ તે બન્યું નહીં.’ તેમણે કહ્યું, જ્યારે સુપ્રીમ કોર્ટે બિલ્ડરોને ખરીદદારોને આપવામાં આવેલી રકમ પર વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, ત્યારે તેઓએ તેમ કર્યું ન હતું.

બિલ્ડરે તેને થોડા સમય માટે જ વ્યાજ ચૂકવ્યું હતું ત્યારબાદ તેણે ફરીથી કેસ દાખલ કરવો પડ્યો હતો. મનિતે કહ્યું, “કેસ ફરીથી કર્યા પછી, તેઓએ હપ્તામાં પૈસા ચૂકવવાનું શરૂ કર્યું, પરંતુ રકમ ઘણી ઓછી હતી જેનાથી બહુ ફરક પડ્યો ન હતો. અમે આ મિલકત માટે મોટી રકમ ચૂકવી હતી. ઈમારતને તોડી પાડવાનું વર્ણન કરતાં તેણે કહ્યું કે તે એક હ્રદયદ્રાવક ક્ષણ હતી જે તેણે જોઈ ન હતી અને તેણે તેના માતા-પિતાને આ વિશે કંઈપણ પૂછ્યું ન હતું.”

Niraj Patel