ધુણે એ ખોટીના કહેવાય, માનવાનું નહિ, આખુ ઘર સાફ કરી નાખશે. મણિધર બાપુએ જુઓ શું શું કહ્યું

કબરાઉમાં આવેલા મોગલધામનું એક આગવું મહત્વ છે. રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે જતા હોય છે અને માતાજીના દર્શન કરીને પાવન પણ બનતા હોય છે. આ સાથે જ ઘણા ભક્તો પોતાની મનોકામના પણ માંગતા હોય છે અને આ મનોકામના પૂર્ણ થવા પર રાખેલી માનતા અનુસાર માતાજીને ભેટ સોગાદ પણ અર્પણ કરવા આવતા હોય છે. જો કે, જે પણ ભક્તો માતાજીના ચરણોમાં હજારો લાખો રૂપિયાની ભેટ ચઢાવવા માટે આવે છે અથવા તો પોતાની શક્તિ અનુસાર જે ભેટ સોગાદ ચઢાવે છે,

તે કબરાઉ મોગલ ધામની ગાદી પર બેઠેલા મણિધર બાપુ લેવાની ના પાડે છે. તે પહેલા તો ભેટ સ્વીકારે છે અને પછી તેમાં એક રૂપિયો ઉમેરીને ભેટ આપનારની બહેન કે દીકરીને પરત આપી દેવાનું કહે છે. ત્યારે ફરી એકવાર મણિધર બાપુનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભક્તો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. તે એક યુવકને કહે છે કે માં-બાપને પગે લાગજે, મોગલ આવવાની જરૂર નથી.

આ ઉપરાંત તે એક એવી પણ વાત કહે છે કે ધુણે એ ખોટીના કહેવાય, માનવાનું નહિ. ધુણે એને નહિ માનવાનું નહિ તો મોગલ આખુ ઘર સાફ કરી નાખશે. મણિધર બાપુ કહે છે કે ધુણવું એટલે માતાજીનું અપમાન કર્યુ કહેવાય. મણિધર બાપુ વીડિયોમાં આગળ કહેતા સંભળાય છે કે એક દીકરી ધુણી તો મોગલે એના લુગડા ઉતારી નાખ્યા. સત્ય બહુ કડવું છે બાપુ. મણિધર બાપુ ભુવા, અંધશ્રદ્ધા કે કોઇ વિધિમાં પણ ના માનવાનું કહે છે.

Shah Jina