નિમિષા પટેલ !!!!!! અત્તરની સુવાસ ધરાવતા પાલનપુર શહેરમાં રહેતી હતી. ખુબ જ માસુમ ચહેરો ધરાવતી હ્દયભંગ એક સર્પ કન્યા હતી. શ્યામ રંગ, પાતળા હોઠ , નશીલી આખો , ગાલ ઉપર એક નાનો કાળો તલ, અને પાતળી કમળ એની સુંદરતા વધારતા હતા.

મધ્યમ પરિવારમાં ઉછરેલી અને ગામડાના જીવનમાં જીવેલી હોવાથી બહારની દુનિયાથી વાકેફ ન હતી. પ્રેમ કરવો એ ગુનો ન હતો આ એનું જીવન સૂત્ર હતું. કોઈ પણ પુરુષને વશ કરવું એ તેની આવડત હતી. એટલી જ ઉસ્તાદ હતી જાણે કે કોઈ જાદુગરની !!!
માધ્યમિક શાળામાં પ્રવેશ કરતા જ પોતાના ગામના એક યુવાન સાથે તે પ્રેમસબન્ધથી જોડાઈ ગઈ. પોતાના જ ગુરુના ભાઈ સાથે પ્રેમની રાસલીલાઓ રમતી હતી. પણ ! તકદિરમાં ન હોય તે ક્યાં મળે. તેને ઉમેશ જોડે જ લગ્ન કરવા હતા. જે તેના પિતાને મંજુર ન હતું. તેના પ્રેમીથી દૂર કરવા તેના પિતાએ નિમિષાને દૂર હોસ્ટેલમાં મૂકી જ્યાંથી તે પ્રાઇવેટ જોબ કરતી. ક્યારેક જન્મો જન્મ જેની સાથે જીવવાના કોલ આપેલા હતા ઉમેશને. એ બધી વ્યથા તે ભૂલી ગઈ. નિમિષાએ પોતાના પિતાની વ્યથા માટે પ્રેમનું બલિદાન આપ્યું. તેના લગ્ન ચિરાગ જોડે કરવામાં આવ્યા.
ચિરાગ એક લાગણીઓનું પૂતળું હતું. ઉદાર સ્વભાવ, સદાય હસમુખો ચહેરો ધરાવતો આ યુવાન પ્રાઇવેટ કમ્પનીમાં જોબ કરતો હતો. તેના જીવનનું એક જ સ્વપ્નું હતું. નિમિષા !!!!!!!!
પોતાની પત્નીને ખુશ રાખવા માટે તે કઇ પણ કરવા તૈયાર રહેતો હતો. તેના હદયના ઊંડાણ સુધી નિમિષા વ્યાપેલી હતી. વિશાળ બંગલામાં નિમિષાનું રાજ ચાલતું હતું. મોંઘી સાડીઓ, સેન્ડલ, તો મેકપ માટે કબાટ ભરેલા હતા. પૈસાની અહીં જરાય કમી હતી નહીં.

સૂરજના કિરણોની રોશીન નિમિષા ઉપર પડી કે તેની આંખ ખુલી ગઈ. પિન્ક કલરની નાઇટી પ્હેરીન તે પોતાના પતિના આલિંગમાંથી તે ઉભી થઇ. આખી રાતનો થાક ઉતારી હોય એમ પોતાના હાથ ઉપર કરીને તે અંગડાઈ લેતી હતી. જાણે કોઈ સાપ ચાલતો હોય ને તેનું શરીર કેવું વાંકુ વળતું હોય.
પગ જમીન ઉપર પડતા જ તે રોજના કામમાં વ્યસ્ત થઇ અને તૈયાર થઇ ને ચા – નાસ્તો લઈને આવી ગઇ. ચિરાગ પણ તૈયાર થઇ ગયો હતો. તેની પણ આદત હતી કે નિમિષા જયારે પણ તેની પાસેથી ઉભી થાય કે તેની પણ ઊંઘ ઉડી જતી હતી. ચા ટેબલ ઉપર મૂકી ને બન્ને નાસ્તો કરતા અને ચાની ચૂસકી લેતા હતા. ત્યાં જ ચિરાગ બોલ્યો ” આજે રાત્રે આપણે બહાર ફળવા જઈશું અને રાતે જમીને આવીશું. તું તૈયાર રહેજે “. ઓકે , પણ ! આજે આપણે ભાજીપાઉં ખાઈશું ઘણા વર્ષો થયા છે ત્યાં ભેરુનાથની ભાજીપાઉં ખાધે”.

આતો નિમિષાનો હુકમ ઘણો કે પ્રેમ, બધું ચિરાગને મંજુર હતું. તે તૈયાર થઇને જોબ માટે નીકળી ગયો. નિમિષા પણ પોતાના કામમાં લાગી ગઇ. ફરવા જવા માટે તેને પોતાની એક સાડી અલમારીમાંથી બહાર કાઢી પણ તેનો બ્લાઉઝ બજારમાં આપેલો હતો તે લાવવાનું પણ ભૂલી ગઇ હતી. તરત સાંજે ચાર વાગે તે બજારમાં ચાલી ગઈ. દુકાનમાં ભીડ પણ વધુ હતી. નિમિષાના પતિ જોડે પૈસાની કમી ન હતી. માટે ક્યારેય ભાવ કરાવતી નહીં. અને ક્યારેય દુકાનમાં વધના પૈસા પાછા લેતી નહીં. તેને બહાર ઉભેલી દુકાનદારે કાચમાંથી જોઈને તરત અંદર આવવા ઈશારો કર્યો. તે જેવી અંદર આવી કે બીજી બહેનોનું કામ પડતું મુકી દુકાનદારે તેને બ્લાઉઝ આપ્યું. આજુબાજુ ની તમામ બહેનો તેને જોતી રહી. નિમિષાએ તરત બસો ને બદલે ત્રણસો આપ્યા. તે પોતાની જાત અહીં પણ બતાવવા લાગી. બીજી યુવતીઓ પણ તેની અમીરી જોવા લાગ્યા. બ્લાઉ લઈને તે બહાર નીકળતી હતી ત્યાંજ એક અવાજ તેના કાને પડ્યો.
” નિમિષા ….. ઓ.. નિમિષા… “. તેને પાછળ જોયું તો ભીડમાં એક યુવતી પગથી ઊંચી થઇ ને બૂમો પાડતી હતી. તેને જોઈને નિમિષાએ એક સ્માઈલ આપી. તે હતી તેની બહેનપણી ઉર્વશી !!!!!! નિમિષા બોલી ” તું , અહીં ક્યાંથી ? . ” કઇ નહીં યાર, હું પણ બ્લાઉઝ સિવડાવવા આવી શું “. બન્ને ભીડમાંથી બહાર નિકળી. સોનલે કહ્યું ” નિમિ, તારી બહેનપણી શીતલના પતિ નું અવસાન થયું છે કઇ સમાચાર મળ્યા તને”. શિતલનું નામ આવતા જ નિમિષાને પગ નીચેથી જમીન ખસવા લાગી.
” ના યાર, જે જેવું કરે એવું જ ભોગવે છે. તેને મારા ઉપર ખુબ આરોપ મુક્યા હતા. જોયું ને ભગવાને તેને બતાવ્યું”. આમ બીજી વાતો કરી બન્ને ત્યાંથી છુટા પડ્યા.

ઘરે આવીને તે બહાર ફળવા જવાની તૈયારીમાં લાગી ગઈ. રાતે પહેરવા માટે ના તેને કપડાં બહાર કાઢયા. અને ડ્રોવરમાંથી દાગીના પણ, જેમાં તેની નજર એક ડબ્બી ઉપર પડી. તે હળવેથી ખોલી ને તેમાંથી બહાર કાઢ્યું મંગળસૂત્ર !!!!!!!
આ તેના ભૂતકાળની એક યાદગાર નિશાની હતી. જે ઉમેશ પછી નો બીજો પ્રેમ હતો રિધમ !!!!!!!!
જયારે ઉમેશથી દૂર તે હોસ્ટેલમાં રહેતી અને પ્રાઇવેટ જોબ કરતી તે સમયે તેની મુલાકત રિધમ જોડે થઇ રિધમ અને નિમિષા એકબીજાને અનહદ શારીરિક પ્રેમ કરતા. કેમ કે સાચો પ્રેમ હોત તો નિમિષા ઉમેશથી ભલે દૂર જાય પણ તેના હદયમાં કદી રિધમને જગા મળત નહીં.
રિધમ બે સંતાનનો પિતા હતો એ જાણતી હોવા છતાં નિમિષા તેના પ્રેમમાં હતી. નિમિષાને રિધમ જરાય પ્રેમ કરતો નહીં પણ પ્રેમનો ઢોંગ કરતો. તેને ભરોષો આપવા માટે જ તેને એક મંગળસૂત્ર આપેલ.
કોલ કરીને નિમિષાને અપશબ્દો બોલવા. તેને ક્યારેક મારવી એ રિધમને ખુબ પસન્દ હતું. તો નિમિષા પણ તેને હક સમજતી હતી. આમ તો ઉમેશ પહેલા જ ચિરાગ જોડે તેનો સબંધ થઇ ગયો હતો પણ ચિરાગ તો તેને ક્યાં ગમતો ?.

બન્ને વચ્ચે જયારે પણ મુલાકત થતી કે નિમિષા પોતાના શરીર ઉપરના વસ્ત્રો હટાવી દેતી. લગ્ન પહેલા જ તેને અનેક સુહાગરાત રિધમ જોડે કરી ચુકી હતી. શીતલ તેની ખાસ સહેલી હતી. તે બધું જ જાણતી હતી. પણ મૌન રહેવામાં જ અહીં મજા હતી એ પણ તેને ખબર હતી.
તોફાની યાદોના વંટોળ ચાલતા હતા ત્યાં જ ચિરાગ બેડરૂમમાં આવી ગયો. ભૂતકાળનું એ વાવાજોડું તેના માણસ પટ ઉપર શાંત થઇ ગયું. ચિરાગ આવીને કહ્યું ” ઓહ !!! મંદાકિની જેવી લાગે ? “. તરત જ તેને અટકાવીને બોલી ” બસ , હવે ! મને વખાણ પસન્દ નથી”. ચિરાગ બોલવાનું બન્ધ કરીને તૈયાર થવામાં વ્યસ્ત થયો.
થોડા સમયમાં બન્ને તૈયાર થઇ ગયા. ભેરુનાથની ભાજીપાઉં ખાવા માટે નીકળી પડ્યા. સ્પેશ્યલ ભાજીપાઉં નો ઓર્ડર આપી દીધો. બન્ને ટેબલ ઉપર બેસીને જમતા હતા ત્યાં જ ચિરાગ ની નજર ખૂણામાં રહેલા એક ટેબલ ઉપર પડી. સાદી સાડીમાં ત્યાં શીતલ પોતાના સાસુ , સસરા, દીકરા અને તેની નણંદ સાથે હતી.
ચિરાગે કહ્યું ” જો પેલી શીતલ ? બન્ને વચ્ચે તેના પતિના મૃત્યુની વાત થઈ. નિમિષાને પણ થયું કે આજે અહીં પોતે ના આવી હોત તો સારું થાત. તેને પોતાના પતિને કહ્યું “તે મારી સહેલી તરીકે લાયક નથી. મેં તેના માટે ખુબ ખુબ સહાયતા કરી હોવા છતાં, તેને મને પજવી હતી. રિધમ જોડે તેના સબન્ધ જગ જાહેર હતા. ખોટી હું તેની જોડે ફળતી. મારું નામ તો ના આવત.

પોતાના પતિને નિમિષાની વાતોમાં હા માં હા મિલાવતો અને ભરપેટ ભોજન કરતો હતો. નિમિષાની પાછળના ટેબલ ઉપર એક અંજાન ચેહરો બેઠો હતો જેની નિમિષા ને ખબર ન હતી અને તે બધી વાતો સાંભળ તો હતો. જે હતો માનવ !!!!!
નિમિષા જયારે શીતલ માટે એક એક શબ્દોનાં ઘા કરતી હતી ત્યારે માનવની આંખોમાંથી આશુ ની ધારા વહેતી હતી. તેને ભાજીપાઉં પણ ગળે ઉતરતા ન હતા. છેવટે તે પણ ત્યાંથી ઉભો થઇ ગયો.
આજે કુદરતે કેટલાય ચહેરા મિલાવી દીધા હતા. સમય ક્યારેક એવો કાળ બનીને સામે આવી જતો હોય છે કે જેનો અંદાજ પણ હોતો નથી. ચિરાગ અને નિમિષાની પાછળ પાછળ માનવ ચાલવા લાગ્યો.
નિમિષા તેના પતિ સાથે રાતે કપડાના સેલમાં ગઈ. પાલનપુર માં રાતે ભરતા સેલની કોઈ નવાઈ ન હતી.અહીં ચિરાગ તેના પેન્ટ જોવામાં મશગુલ હતો. નિમિષા પણ તેના માટે સાડી જોતી હતી. તેને એક સરસ મોરપીંછ રંગની સાડી બહાર કાઢી. ને પોતાના બદન ઉપર મૂકીને જોતી હતી ત્યાં જ તેના કાને આવાજ આવ્યો ” એકદમ ચોક્કસ લાગે રાધે”. આવાજ સાંભળતા જ નિમિષા ડઘાઈ ગઈ. તેના મનમાં થયું કે વળી આ રાધે શબ્દ કોણે કહ્યો. ક્યારેક આ શબ્દ નિમિષાના જીવન સાથે પણ જોડાયેલો હતો જ.
નિમિષાએ પાછળ જોયું તો કોઈ અંજાન ચહેરો હતો. માનવ પણ તેની સામે જોઈને કહેવા લાગ્યો “રાધે ગોવિંદ ….ભાભી”. નિમિષા તો વિચારમાં જ પડી ગઈ વળી આ શબ્દ તેના જે જીવન સાથે જોડાયેલો હતો એને અને ભાભી શબ્દને કોઈ મનમેળ જ ન હતો. નિમિષા બોલી ” કોણ છો તમે ? અને આ શું માંડ્યું છે રાધે ગોવિંદ. હું તમને જાણતી નથી અને હા, મારા પતિ અહીં જ છે બોલાવું એમને”. એકસાથે અનેક સવાલો અહીં આવી ચુક્યા હતા. પણ તેના મનમાં એક ડર હતો જે સત્ય તેના હદયમાં દફનાયેલ હતું.
માનવે તેની સામે નાનકડી સ્મિત કરીને કહ્યું ” ચિંતા ના કરો આમે પણ એકદિવસ તો તમારા પતિનો સામનો થવાનો જ છે. તમે મને નહીં જાણતા હોવ પણ હું તમને નખશીખ જાણું. હું પ્રણય નો જીવ હતો. અને પ્રણય મારો જીવ હતો. માનવની આંખમાં આશુ હતા. તું વેશ્યા કરતા પણ કપટી છે. એતો પોતાના ગુજરાન માટે શરીર વેચે. અને તૂ શોખ માટે. તારી કુંડળી મેં ક્યારનીય કાઢી છે. બસ સમયએ મને રોક્યો છે”.
પ્રણય !!!!!!! એક એવું નામ હતું. જે સાંભળતા જ નિમિષા એક શબ્દ પણ ના બોલી કેમ કે આ તેનો અંતિમ પ્રેમ હતો. દુઃખ નિમિષાને ક્યાં હતું એતો માનવ જ જાણતો હતો કે પ્રણય હવે આ દુનિયામાં નથી જેની ખોટ પોતે મહેસૂશ કરતો હતો.

માનવ બોલ્યો ” મેં તો પ્રણયને ના જ કહેલી કે આને તું છોડ. આ તારો જીવ લેશે પણ બંદા મારી વાત ક્યાં માને. એને તારા માટે જ પોતાના જીવનને ટૂંકાવી દીધું. યાદરાખ તને પ્રણય જોડે કરેલો ટાઈમપાસ ખુબ મોંઘો પડશે. તને પણ એક દિવસ ખબર પડશે કે કઇ રીતે માણસને તરછોડી દેવાથી કેટલું દુઃખ થાય. પ્રણય ક્યારેય તને ભુલ્યો નહીં. તું એની જોડે સમય પસાર કરતી હતી અને તે પ્રેમ કરતો હતો. આજે તું સલામત છે એ પણ એને કારણે જ છે. મારા મિત્રએ મને વચને બાંધેલો હોવાથી હું તને કશું કરી શકતો નથી. પણ હવે આવા પ્રેમના ખેલ બીજા લોકો જોડે ના ખેલતી”.
માનવની આ વાત સાંભળીને તે ચાલતી થઇ. ગાડીમાં થી ઘરે જતા એને પહેરેલું સોનાનું મંગળસૂત્ર પણ રસ્તા વચ્ચે ફેંકી દીધું. પોતે વિચારવા લાગી કે તેને સાચો પ્રેમ કોણ કરતુ હતું.
લેખક : મયંક પટેલ – વદરાડ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks