મંગળ કરશે અમંગળ! આ 3 રાશિના જાતકોના આવશે ખરાબ દિવસો

ગ્રહોનું રાશિ પરિવર્તન આપણા જીવન પર ઉંડી અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેના વિશે વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી છે. હવે આ કડીમાં આપણે જાણીશું કે મંગળ ગ્રહના રાશિ પરિવર્તનથી કઈ કઈ રાશિને અસર થશે. હકિકતમાં 26 ફેબ્રુઆરીના રોજ મંગળ રાશિ પરિવર્તન કરી રહ્યો છે. આ એક મોટ બદલાવ છે. તેની અસર બધી રાશિઓ પર જોવા મળશે.

જે રાશિઓ પર મંગળની કૃપા રહે છે અથવા જેના રાશિમાં સ્વામી મંગળના મિત્ર છે તેના માટે તો આ ગોચર સારૂ રહેશે પરંતુ ત્રણ રાશિના જાતકો માટે આ પરિવર્તન કષ્ટદાયક સાબિત થશે. મંગળનું રાશિ પરિવર્તન શનિની રાશિ મકરમાં થઈ રહ્યું છે. તો આવો જાણીએ કઈ રાશિ પર કેવી અશર થશે.

1.કુંભ રાશિ : કુંભ રાશિના લોકો માટે આ સમયગાળો પડકારો લઈને આવશે. તેથી કોઈ મોટા નિર્ણય લેવાથી બચો. નોકરી ધંધામાં ઉતાર ચઢાવ આવશે. કોઈ પણ સાથે વાચચીત કરો ત્યારે સંયમ રાખવો. વધુ પડતા આવેશમાં આવી સંબંધો ન બગાડશો. પરિવારમાં થોડા મનમોટાવ જોવા મળશે, પત્ની સાથે પણ સબંધો વણસી શકે છે.

2.ધન રાશિ : આ રાશિના લોકોને પણ મંગળનું ગોચર અશુભ સાબિત થશે, વેપાર ધંધામાં ખોટ ખાવી પડશે. તેથી આર્થિક સ્થિતિ બગડશે. આ ઉપરાંત સંપત્તિને લઈને પણ વિવાદ થઈ શકે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ઉધારની લેવડદેવળ કરવાથી બચવું નહીં તો મુશ્કેલી સર્જાઈ શકે છે. અજાણ્યા લોકો સાથે વેપાર કરતા પહેલા સાવધાની રાખવી, નહીં તો પાછળનું પછતાવાનો વારો આવશે.

3.કર્ક રાશિ : કર્ક રાશિના લોકો માટે મંગળનું ગોચર સમસ્યા લઈને આવશે. આ રાશિ પરિવર્તનથી તેમના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવશે. પરિવારમાં મનદુખ થશે.  ગુસ્સો ઓછો કરવો. સારા પુસ્તકોનું વાંચન કરવું અને મનને શાંત રાખવું.

YC