અભિનેત્રી મંદિરા બેદી એક્ટિંગ વર્લ્ડનું જાણીતું નામ છે. તેણે પોતાના અત્યાર સુધીના કરિયરમાં લગભગ દરેક પ્રકારના કિરદારોને સારી રીતે નિભાવ્યા છે. ટીવી શોની સાથે સાથે તે ઘણી ફિલ્મોનો પણ હિસ્સો રહી ચુકી છે. દુનિયાભરમાં મંદિરા પોતાની શાનદાર એક્ટિંગ માટે ફેમસ છે. 15 એપ્રિલ 1972ના રોજ જન્મેલી મંદિરા 50 વર્ષની થઇ ચુકી છે. આ ઉંમરે પણ તેની ફિટનેસ લાજવાબ છે અને તેની સુંદરતા આજની યુવા અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
મંદિરા તે ફિટ અભિનેત્રીમાંની એક છે જેના માટે ઉંમર માત્ર એક આંકડો છે. મંદિરાનો સ્વેગ તેની દરેક તસ્વીરોમાં જોવા મળે છે. મંદિરાને હરવા ફરવાનો પણ ખુબ શોખ છે અને તે અવાર નવાર ફરવા માટે વેકેશન પર જતી રહે છે.મંદિરાનું એકાઉન્ટ પણ તેની એકથી એક શાનદાર અને હોટ તસવીરોથી ભર્યું પડ્યું છે.એવામાં એકવાર ફરીથી મંદિરાએ પોતાની હોટ તસ્વીર શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.
View this post on Instagram
તાજેતરના દિવસોમાં મંદિરા પોતાના બાળકો સાથે સ્પેનમાં વેકેશન એન્જોય કરી રહી છે અને ત્યાંની સુંદર વાદીઓની તસવીરો પણ શેર કરી છે. સામે આવેલી તસવીરમાં મંદિરા મલ્ટીકલરની બિકી પહેરીને પોઝ આપી રહી છે જેમાં તે સુપર હોટ લાગી રહી છે. આ આઉટફિટ સાથે મંદિરાએ મેચિંગ બેલ્ટ પણ માથા પણ બાંધ્યો છે અને અને સન ગ્લાસ પણ પહેર્યા છે.
View this post on Instagram
લાઈટ મેકઅપમાં મંદિરા ખુબ જ સુંદર લાગી રહી છે. હંમેશાની જેમ મંદિરા બિકી લુકમાં પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તસ્વીરમાં મંદિરાએ સુંદર ઘડિયાળ પણ પહેરેલી છે જેને રોનિત રોયે પણ નોટિસ કરી છે અને તેની પ્રંશસા કરતા રોનિતે કમેન્ટમાં ઘડિયાળનો ઉલ્લેખ પણ કર્યો છે. ચાહકો મંદિરાની તસવીરો પણ ખુબ ફિદા થઇ રહ્યા છે અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે મંદિરાના પતિ રાજ કૌશલનું છેલ્લા વર્ષે નિધન થયું હતું અને પતિની પહેલી ડેથ એનિવર્સરી પર મંદિરાએ પતિની તસ્વીર શેર કરીને જણાવ્યું હતું કે તેણે રાજની ડેથ એનિવર્સરી પર બે દિવસ પ્રેયર મીટ રાખી હતી, જેની તસવીરો પણ મંદિરાએ શેર કરી હતી.અમુક તસ્વીરોમાં મંદિરા ગુરુદ્વારામાં પોતાના બાળકો સાથે દેખાઈ રહી છે અને લખ્યું કે,”અખંડ પાઠનો ભોગ અને લંગર…રાજના નામ પર..આજે સવારે બાળકો અને સ્ટાફની સાથે ગુરુદ્વારા પર”.
View this post on Instagram
રાજ કૌશલ ડાયરેક્ટર, પ્રોડ્યૂસર અને સ્ટન્ટ ડાયરેક્ટર હતા. આ સિવાય તે એડ્વર્ટાઇઝ ઇન્ડસ્ટ્રીનું પણ જાણીતું નામ હતા. રાજ-મંદિરાની પહેલી મુલાકાત 1996માં મુકુલ આંનદના ઘરે થઇ હતી. મદિરા ત્યાં ઓડિશન આપવા માટે પહોંચી હતી, રાજ મુકુલના અસિસ્ટેન્ટના રૂપે કામ કરી રહ્યા હતા, અહીંથી જ બંનેના પ્રેમની શરૂઆત થઇ હતી અને બંનેએ 14 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્ન કર્યા હતા.
View this post on Instagram
માનવામાં આવી રહ્યું છે મંદિરા ઘણા સમય બાદ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવાનો નિર્ણય લીધો છે અને તે એકતા કપૂરના શો દ્વારા કમબેક કરેશે જેનું ટાઇટલ સંસાર હોઈ શકે તેમ છે. જાણકારીના આધારે આ શો 1994માં આવેલી ગોવિંદા અને કરિશ્માની ફિલ્મ રાજા બાબુના આધારે બનાવવામાં આવ્યો છે, જો કે શોની બાબતે મેકર્સે આધિકારિક પુષ્ટિ કરી નથી.શોમાં મંદિરા નેગેટિવ રોલમાં હશે અને મંદિરા સિવાય અરુણા ઈરાની અને આલોક નાથ પણ ખાસ કિરદારમાં હોવાની સંભાવના છે.