બ્રિટનના માન્ચેન્સટરની 22 વર્ષની એક વિદ્યાર્થિનીએ હેરાનીભર્યો નિર્ણય લીધો, પોતાની વર્જિનિટી વેચવાનો… આ માટે તેણે એક એસ્કોર્ટ્સનો સંપર્ક કર્યો અને વર્જિનિટી વેચવાની વાત કહી. તેણે એમ પણ કહ્યું કે તેને સંભવિત ખરીદદારો સાથે તેને મળાવવામાં આવે. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે તેની વર્જિનિટી માટે ખરીદદારોની કતાર હતી. અંતે, બોલી લગાવવાની શરૂઆત થઈ અને એક હોલીવુડ અભિનેતાએ સૌથી વધુ બોલી લગાવી.
માન્ચેસ્ટરની રહેવાસી લૌરાએ ડિસેમ્બર 2023માં પોતાની વર્જિનિટી વેચવાનો નિર્ણય લીધો હતો. થોડા મહિનાઓ પછી તેની વર્જિનિટી માટે બોલી લગાવવામાં આવી, જેમાં એક ખૂબ જ પ્રખ્યાત હોલીવુડ અભિનેતાએ સૌથી વધુ રકમ (1.7 મિલિયન પાઉન્ડ એટલે કે 18 કરોડ રૂપિયાથી વધુ) ચૂકવીને હરાજી જીતી. એક એસ્કોર્ટ એજન્સીના પ્લેટફોર્મ પર આયોજિત, આ હરાજીમાં રાજકારણીઓ, બિઝનેસ ટાયકૂન અને સેલિબ્રિટી સહિત શક્તિશાળી વ્યક્તિઓએ રસ દાખવ્યો.
અંતે, તે હોલીવુડ સ્ટારે બોલી જીતી લીધી હતી.બોલી લગાવ્યા પછી એસ્કોર્ટ્સ સાથે એક તારીખ નક્કી કરવામાં આવી, જે તારીખે આ 22 વર્ષની છોકરી લંડનની એક ફાઇવ સ્ટાર હોટેલમાં અભિનેતાને મળવા ગઈ.લૌરા કહે છે કે તેને આ નિર્ણય અંગે કોઈ ખચકાટ કે ગભરાટ નહોતો, તેના બદલે તે ખૂબ જ ઉત્સાહિત હતી. એક વર્ષ પછી પણ તે તેના નિર્ણયથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે અને તેને કોઈ અફસોસ નથી. આ ડીલના બદલામાં લૌરાને મળેલા 1.6 મિલિયન પાઉન્ડ (લગભગ 18 કરોડ રૂપિયા) એ તેનું આખું જીવન બદલી નાખ્યું. આ પૈસાથી તેણે ઘણા એપાર્ટમેન્ટ ખરીદ્યા, જે તેણે ભાડે આપ્યા.
આ ઉપરાંત તેણે મોંઘા કપડાં ખરીદ્યા અને ઘણી જગ્યાએ મુસાફરી કરી. હવે તે ‘સુગર બેબી’ તરીકે કામ કરવા માંગે છે, જેનાથી તેને દર મહિને લગભગ 30,000 પાઉન્ડ (લગભગ 30 લાખ રૂપિયા) મળશે.લૌરા કહે છે કે તે અગાઉ NBA ખેલાડીઓ, પ્રીમિયર લીગ ફૂટબોલરો અને રાજકારણીઓને ડેટ કરી ચૂકી છે. તેને આ વ્યવસાય ગમે છે કારણ કે તેને નવા લોકોને મળવાનું અને તેમના વિશે શીખવાનું ગમે છે. જો કે, તેણે ચેતવણી પણ આપી હતી કે જે કોઈ આ માર્ગ પર ચાલવા માંગે છે તેણે સાવચેત રહેવું જોઈએ. આમાં ઘણા જોખમો સામેલ છે, તેથી કોઈપણ એજન્સીની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ અને આવો નિર્ણય કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે જાતે ન લેવો જોઈએ.