સોમવારે રાત્રે હોંડુરાસના કેરેબિયન તટ પર એક વિમાન ક્રેશ થતાં સાત લોકોના મોત થયા, જ્યારે દસ લોકોને બચાવી લેવામાં આવ્યા. હોંડુરાસના રોઆતાન દ્વીપથી ઉડાન ભર્યાના થોડીવાર પછી જ એક વિમાન સમુદ્રમાં ક્રેશ થતાં સાત લોકોના કમકમાટીભર્યા મોત થયા જ્યારે 10 લોકોને બચાવી લેવામાં આવ્યા. આ અકસ્માત સોમવારે રાત્રે થયો હતો. આ અકસ્માતમાં પ્રખ્યાત સંગીતકાર ઓરેલિયો માર્ટિનેઝ સુવાઝોનું પણ મોત થયું છે.

આ જેટસ્ટ્રીમ વિમાન હોંડુરાસની એરલાઇન લાંસા દ્વારા સંચાલિત હતું. વિમાનમાં 14 મુસાફરો અને 3 ક્રૂ સભ્યો સવાર હતા. આ ફ્લાઇટ રોઆતાન દ્વીપથી હોંડુરાસના લા સેઇબા એરપોર્ટ તરફ ઉડાન ભરી રહી હતી. ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ દ્વીપના કિનારાથી લગભગ એક કિલોમીટર દૂર મળી આવ્યો હતો. પરિવહન સચિવના જણાવ્યા અનુસાર, કાટમાળ દ્વીપના તટથી લગભગ દરિયાકાંઠે લગભગ 1 કિલોમીટર દૂર મળી આવ્યો હતો.

સ્થાનિક અહેવાલો અનુસાર, મુસાફરોમાં એક અમેરિકન નાગરિક, એક ફ્રેન્ચ નાગરિક અને બે સગીરનો સમાવેશ થાય છે. રોઆતાન ફાયર કેપ્ટને સાત લોકોના મોતની પુષ્ટિ કરી, જેમાં પ્રખ્યાત સંગીતકાર ઓરેલિયો માર્ટિનેઝ સુવાઝોનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટના સ્થળેથી દસ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોંડુરાસ રાષ્ટ્રીય પોલીસે શેર કરેલા ફૂટેજમાં અધિકારીઓ અને બચાવ ટીમો મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે બચી ગયેલા લોકોને કિનારે લઈ જતા જોવા મળે છે.

કટોકટી કાર્યકરોએ આખી રાત બચાવ કામગીરી ચલાવી. રોઆતાન ફાયર કેપ્ટને પડકારજનક બચાવ પરિસ્થિતિઓનું વર્ણન કરતા કહ્યું કે ક્રેશ સ્થળ 30-મીટર ખડકથી ઘેરાયેલું હતું, જેના કારણે જમીન કે સમુદ્ર દ્વારા ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું. પાણીની અંદર શૂન્ય દૃશ્યતા પણ ડાઇવર્સ દ્વારા બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહી હતી. જો કે, અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને એરલાઇન્સે પણ હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી. અ
🚨🇭🇳AT LEAST 6 DEAD IN HONDURAS PLANE CRASH
A Jetstream 32 with 17 people on board plunged into the sea just seconds after takeoff from Roatán, Honduras.
Authorities have recovered 6 bodies so far while frantic rescue teams search for survivors.
With the cause still unknown,… https://t.co/7wF4Kq4m1F pic.twitter.com/WY6WgXs9E1
— Mario Nawfal (@MarioNawfal) March 18, 2025