વહુ સેલિબ્રેટ કરી રહી હતી જેંડર રિવીલ પાર્ટી, ત્યારે સાસુ બોલી- ‘હું પ્રેગ્નેટ છું…’, વીડિયો વાયરલ
પ્રેગ્નેટ વહુ સાથે સાથે સાસુએ પણ આપી ગુડ ન્યુઝ, સાંભળી લોકોને લાગ્યો ઝોરનો ઝટકો
આજકાલ લોકોને આપણી ખુશીઓ પચતી નથી. દરેક વ્યક્તિ પોતાની ખુશી બીજા સાથે શેર કરવા માંગે છે. જો તમે સોશિયલ મીડિયા ઓપન કરશો તો તમને લાગશે કે આખી દુનિયા ખુશ છે, તમારા સિવાય. આ બધું જોઈને એવું લાગે છે કે આજકાલ લોકો પોતાના કરતાં બીજાને દેખાડો કરવામાં વધુ ખુશ છે. પોતાની ખુશી વ્યક્ત કરવા માટે તેઓ મોટી પાર્ટીઓ કરે છે અને બીજાને બતાવે છે કે તેમના જીવનમાં ખુશીઓનો વરસાદ થઈ રહ્યો છે.
પરંતુ જ્યારે તેઓ બીજા લોકોની ખુશી પચાવી શકતા નથી, તો તેઓ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે કોઈ બીજું તેમની ખુશી પચાવી શકે. ઘણી વખત પોતાના જ લોકો ખુશી નથી પચાવી શકતા. એક કપલ સાથે પણ આવું જ કંઈક બન્યું. જેમણે તેના ઘરે જેંડર રીવિલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગ વહુના પ્રેગ્નેટ થવાના ખુશખબર આપવાનો હતો, પરંતુ સાસુએ પાર્ટીમાં એક એવી ખુશખબર આપી કે બધા ચોંકી ગયા.
હકીકતમાં, જે ઉંમરે સાસુએ પોતાની વહુના ગુડ ન્યુઝ સાંભળવા જોઈએ તે ઉંમરે સાસુએ પાર્ટીમાં આવેલા મહેમાનોને પોતાની પ્રેગ્નેંસીના સમાચાર આપ્યા. આ સાંભળીને દીકરા અને વહુએ શરૂઆતમાં વિચાર્યું કે કદાચ સાસુ મજાક કરી રહી હશે પણ જ્યારે સાસુએ આ વાત ભારપૂર્વક કહી ત્યારે દીકરા અને વહુનો આખો મૂડ બગડી ગયો.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ જેંડર રીવિલ પાર્ટી દરમિયાન કંઈક જાહેરાત કરવા જઈ રહ્યું હતું. એટલામાં જ, સાસુ પાર્ટીમાં આવે છે. હાથમાં વાઇનનો ગ્લાસ લઈને સાસુ મહેમાનોને કહે છે કે તેણે પ્રેગ્નેંસી ટેસ્ટ કરાવ્યો અને તેનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું. આ સાંભળીને પાર્ટીમાં હાજર લોકો માટે એ માનવું મુશ્કેલ થઈ જાય છે કે આ ઉંમરે સાસુ પ્રેગ્નેટ છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @gohappiest નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram