જીવનશૈલી ફિલ્મી દુનિયા

કમાણીની બાબતમાં સુનિલ શેટ્ટીથી ઓછી નથી તેની પત્ની, એટલા માટે જ કહેવાય છે લેડી અંબાણી

અભિનેતા સુનિલ શેટ્ટીની ગણતરી બોલીવુડમાં એવા સ્ટાર્સમાં થાય છે જેણે અભિનય અને એક્શનના દમ પર પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તેનું નામ બોલીવુડના સૌથી ધનવાન અભિનેતામાં શામિલ છે.

Image Source

જો કે સુનિલ શેટ્ટી ઘણીવાર ફિલ્મોમાં એક ધનવાન બિઝનેસમેનનો રોલ પ્લે કરી ચુક્યા છે, પણ અસલ જીવનમાં તેની કમાણી કોઈથી ઓછી નથી. અને તેની આ કમાણીમાં તેની પત્ની માના શેટ્ટીનો પણ ખુબ મોટો હાથ છે.

Image Source

સુનિલ શેટ્ટીની પત્ની માના શેટ્ટીએ પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. માના કોઈ સુપરવુમનથી ઓછી નથી. એકસાથે તે એટલા બિઝનેસ સંભાળી રહી છે કે, તેને જાણીને તમે પણ હેરાન રહી જશો. માના એક સફળ બિઝનેસ વુમૅનની સાથે સાથે એક સફળ સોશિયલ વર્કર અને રિયલ એસ્ટેટની કવિન પણ છે.

Image Source

માના શેટ્ટીએ પતિ સુનિલ શેટ્ટી સાથે મળીને S2 નામથી એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જેના આધારે તેણે મુંબઈમાં 21 લકઝરી વિલા બનાવ્યા. લગભગ 6500 સ્કવેર ફૂટમાં ફેલાયેલા દરેક વિલામાં સુખ સુવિધાની દરેક વસ્તુઓ રહેલી છે. તેના સિવાય માના શેટ્ટી એક લાઇફસ્ટાઇલ સ્ટોર પણ ચલાવે છે જેમાં સુશોભનથી લઈને રોજિંદા જીવનની દરેક લકઝરી વસ્તુઓ ઉપલબ્ધ છે.

Image Source

માના શેટ્ટી ‘સેવ દ ચિલ્ડ્ર્ન ઇન્ડિયા’ નામના એક એનજીઓ સાથે પણ જોડાયેલી છે. ફંડ એકઠું કરવા માટે સમય સમય પર તે ‘આરાઈશ’ના નામથી પ્રદશરની પણ લગાવતી રહે છે અને તેના દ્વારા આવેલા પૈસા મહિલાઓની જરૂરિયાત માટે ઉપીયોગમાં લેવામાં આવે છે.

Image Source

ઇન્ટરનેટ પર રહેલા આંકડાના આધારે સુનિલ શેટ્ટી વર્ષના 150 કરોડથી પણ વધારે કમાણી કરે છે. તેની પાસે એકથી એક શાનદાર ફ્લેટ, ગાડીઓ, રેસ્ટોરેન્ટસ છે. તેના સિવાય તે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.