નારિયેળીના ઊંચા ઝાડ ઉપર નારિયેળ તોડવા માટે સડસડાટ ચઢી ગયો આ વ્યક્તિ, સ્પીડ જોઈને IAS અધિકારી પણ રહી ગયા દંગ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયોને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. જેમાં ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈને પણ હેરાની થઇ જાય, આપણા દેશમાં ઘણા બિઝનેસમેન અને IAS તેમજ IPS અધિકારીઓ એવા છે જેઓ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહેતા હોય છે અને ઘણીવાર એવા એવા વીડિયો શેર કરતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાનીમાં મુકાઈ જઈએ.

હાલ એક વીડિયો એક IAS ઓફિસરે શેર કર્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ નારિયેળ તોડવા માટે ઝાડ પર ચઢીને પોતાનો જીવ જોખમમાં મૂકતો દેખાઈ રહ્યો છે. તે નારિયેળ તોડવા માટે ખૂબ ઊંચા નારિયેળીના ઝાડ પર ચઢે છે. વીડિયો જોઈને તમે પણ તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતા શીખી જશો. વાયરલ થઈ રહેલો આ વીડિયો એક IAS ઓફિસરે ટ્વિટર પર કર્યો હતો અને લખ્યું હતું કે જીવન પણ આવું જ છે, બસ આગળ વધતા રહો, તમને ફળ ચોક્કસ મળશે.

40 સેકન્ડના આ વીડિયોમાં એક વ્યક્તિ કોઈપણ સાધનની મદદ વગર નાળિયેરના ઝાડ પર સડસડાટ ચઢી રહ્યો છે. આ ઝાડ એટલું ઊંચું છે કે ફળ અને જમીન વચ્ચેનું અંતર ઘણુ જ વધારે દેખાય છે. આમ છતાં પણ વ્યક્તિ આગળ વધે છે અને થોડીક સેકન્ડમાં તે તેની મંજિલ સુધી પહોંચી જાય છે. આ પછી, તે એક પછી એક નાળિયેર તોડે છે અને તેને નીચે ફેંકી દે છે. હવે આ ઘટનાને તમારા જીવન સાથે પણ જોડી શકાય છે. મતલબ કે ફળ સુધી પહોંચવા માટે દરેકને ખૂબ જ મહેનત કરવી પડે છે.

આ વીડિયો IAS ઓફિસર @iaspremprakash દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું “જીવન એવું છે, બસ ચાલતા રહો, તમને ફળ ચોક્કસ મળશે.” આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 17 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ટ્વીટને લગભગ 6 હજાર લાઈક્સ મળી છે. યુઝર્સ આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું “હિંમતવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર.” બીજાએ લખ્યું “જીંદગી કોઈ ઊંચાઈ પર નથી, સર.”

Niraj Patel