યુક્રેનમાં તબાહીનો ભયાનક નજારો, વીડિયો બનાવી રહેલા વ્યક્તિ ઉપર જ પડી રશિયન મિસાઈલ, લાઈવ ઘટના કેમેરામાં કેદ

રશિયા અને યુક્રેન વચ્ચે સતત નવમા દિવસે લડાઈ ચાલુ છે અને રશિયન સેનાએ દક્ષિણી શહેર ખેરસન પર પણ કબજો કરી લીધો છે. આ ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાને ચેતવણી આપી હતી કે પુતિને સમજી લેવું જોઈએ કે અમે ગભરાઈશું નહીં. રશિયાએ ઘણી વખત અમને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.

તો બીજી તરફ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો આવી રહ્યા છે, જેને જોયા પછી તમે પણ હચમચી જશો. રસ્તાઓ પર લોકો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર અપલોડ કરી રહ્યાં છે. ત્યારે આ દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુક્રેનમાં તબાહીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

રશિયા પણ રહેણાંક વિસ્તારમાં પોતાની મિસાઇલો છોડી રહ્યું છે. એક વ્યક્તિ બિલ્ડીંગની બાજુમાં ઉભો રહીને વીડિયો બનાવી રહ્યો હતો અને પછી એક દુર્ઘટના થઈ, જેના પર તેને વિશ્વાસ ન આવ્યો. રહેણાંક વિસ્તારમાં હાજર એક વ્યક્તિ મોબાઈલ કેમેરાની સામે તેનો મેસેજ રેકોર્ડ કરી રહ્યો હતો. પછી મિસાઇલ આવે છે અને તેના માથા ઉપરની ઇમારત પર પડે છે. આ વાતની જાણ થતાં જ તે અહીં-તહી દોડવા લાગ્યો.

સદભાગ્યે, તે આ હુમલામાં થોડો બચી ગયો હતો. આ પછી તેણે પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ વિડિયોમાં એ જાણી શકાયું નથી કે આ વ્યક્તિ કયા લોકેશન પર વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ વીડિયોની અંદર તે વ્યક્તિ જણાવી રહ્યો છે કે “મિત્રો, તમને પાછા જાણ કરું છું. અમે બધા પૈસા હમણાં જ ખર્ચ્યા. રોસી ખાતેના ટર્મિનલ્સ કામ કરી રહ્યા હતા અને અમે તે બધું ખરીદ્યું અને પહોંચાડ્યું, અને મેટ્રોમાં ડિલિવરી કરવાના છીએ, અને થઈ જશે. જેના કારણે દાનનો સંગ્રહ ફરીથી..(આ દરમિયાન જ રોકેટ આવે છે.)”

આ વીડિયોને @nexta_tv નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5.67 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, લોકો હવે આ વીડિયોને અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી રહ્યા છે.

Niraj Patel