સારસ અને માણસની મિત્રતા છે ખુબ જ અદભુત… મુશ્કેલ સમયમાં સારસનો આપ્યો હતો સાથે, આજે આ વ્યક્તિનો ખાસ મિત્ર બની ગયો.. જુઓ વીડિયો

આવી મિત્રતા આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય, એક વર્ષ પહેલા સારસનો બચાવ્યો જીવ, આજે સાચો સાથીને બનીને ઉભો છે સાથે… જુઓ વીડિયો

તમે ઘણા લોકોને પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય હશે. જેમાં લોકો પેટ ડોગ, બિલાડી કે પોપટ જેવા કેટલાક પક્ષીઓ રાખતા હોય છે અને તે એમની સાથે એવી રીતે ભળી જાય છે કે જાણે તેમના પરિવારનું કોઈ સદસ્ય હોય. પરંતુ શું તમે ક્યારેય કોઈ સારસ અને માણસની મિત્રતા જોઈ છે ? હાલ એવી જ એક મિત્રતાની કહાની વાયરલ થઇ રહી છે.

આપણે બધા જ જાણીએ છીએ કે સારસ ખુબ જ વફાદાર પક્ષી છે અને તે પોતાના પાર્ટનરના નિધન બાદ માથું પછાડી પછાડીને મરી જતું હોય છે. પરંતુ હાલ જે કહાની સામે આવી છે  તે સારસ અને માણસની મિત્રતાની છે. ગાઢ મિત્રતાનો આ કિસ્સો ઉત્તર પ્રદેશના અમેઠીનો છે. જ્યાં ઔરંગાબાદના ગૌરીગંજ ગામમાં રહેતા એક વ્યક્તિની સારસ સાથે એટલી મજબૂત મિત્રતા છે કે તેની વાર્તા સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

આ વ્યક્તિનું નામ મોહમ્મદ આરીફ છે, જેની સાથે એક સારસ ગાઢ મિત્રતા કરી હતી. હા, જ્યારે આરીફ રસ્તા પર બાઇક ચલાવતો હોય ત્યારે પણ સારસ તેનો સાથ નથી છોડતો. મીડિયા રિપોર્ટ અનુસાર, આ સારસ એક વર્ષ પહેલા આરિફને એક ખેતરમાંથી મળી આવ્યું હતું. તેના એક પગમાં ગંભીર ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં આરીફે માનવતા દાખવી સારસને પોતાના ઘરે લાવ્યો. તેણે તેની સંભાળ લીધી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જ્યારે સારસ સ્વસ્થ થઈ ગયું, ત્યારે તેઓએ વિચાર્યું કે તેણે તેના સાથીદારો પાસે પાછા જવું જોઈએ. પણ સારસે પોતાના ગ્રુપ સાથે જવાને બદલે આરિફ સાથે રહેવાનું પસંદ કર્યું. હવે તેમની મજબૂત મિત્રતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમની મિત્રતાના કેટલાક વીડિયો 22 ફેબ્રુઆરીના રોજ ‘જ્ઞાનેન્દ્ર શુક્લા’ (@gyanu999) દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ અમેઠીના ગૌરીગંજના જામો બ્લોક વિસ્તાર હેઠળના ગામ માંડખા માજરે ઔરંગાબાદની વાત છે. જ્યાં મોહમ્મદ આરીફ અને સારસની જોડી જય-વીરુ તરીકે જાણીતી છે.

Niraj Patel