એક યુવક, બે પત્નીઓ, બંનેને સમય આપવા માટે 3-3 દિવસ જોડે રહેશે પરંતુ રવિવારે કોના જોડે રહેશે એ મોટો પ્રશ્ન, જાણો સમગ્ર કિસ્સો

પતિના ભાગલા : 3 દિવસ પહેલી અને 3 દિવસ બીજી પત્ની સાથે રહેશે પતિ, રવિવારે કોની સાથે મોજ કરશે?

યુપીના રામપુરથી એક ઘણો દિલચસ્પ મામલો સામે આવ્યો છે. અહીં પહેલાથી જ લગ્ન કરેલ યુવકના બીજા લગ્ન કરાવવામાં આવ્યા. હવે તેને ત્રણ ત્રણ દિવસ તેની બંને પત્નીઓ સાથે રહેવુ પડશે. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર થયેલ પ્રેમનો છે.

સોશિયલ મીડિયા પર પ્રેમ બાદ યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો. આ દરમિયાન છોકરી પ્રેગ્નેટ થઇ અને તેણે તેના બાળકને જન્મ આપ્યો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

યુવકના પહેલાથી જ લગ્ન થયેલા હતા અને તેથી જ ગામ ભાગીને આવી ગયો, તેની ગર્લફ્રેન્ડ તેને શોધતી શોધતી આખરે તેના ગામ પહોંચી અને યુવતિના ત્યાં પહોંચતા જ ઘણો હંગામો થયો. મામલો સામે આવ્યા બાદ તેની પત્નીને પણ તેના પતિના બીજા લગ્ન માટે રાજી થવુ પડ્યુ.

જે બાદ તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. આટલું જ નહિ, બંને પત્નીઓ વચ્ચે પતિના ભાગલા પણ પડ્યા. યુવકની ગર્લફ્રેન્ડે પ્રેગ્નેટ થયા બાદ એક બાળકને જન્મ આપ્યો હતો અને તેને તેનો હક અપાવવા માટે તે યુવકને શોધતા શોધતા તો તેના ગામ સુધી પહોંચી ગઇ.

યુવક હવે તેની બંને પત્નીઓ અને માતા-પિતા સાથે રહેશે. યુવકને તેની પત્નીઓ સાથે તેના બાળકોનું પણ ધ્યાન રાખવુ પડશે. ભાગલાના હિસાબે યુવક તેની પહેલી પત્ની સાથે સોમવાર, મંગળવાર અને બુધવારે રહેશે, જયારે બીજી પત્ની સાથે ગુરુવાર, શુક્રવાર અને શનિવારે રહેશે અને રવિવારે તે તેના માતા-પિતા સાથે સમય વિતાવશે.

 

Shah Jina