પોતાના પાલતુ શ્વાનને બાબા કેદારનાથના ધામમાં લઇ જવાથી વધી આ વ્યક્તિની મુશ્કેલીઓ, પહેલા લોકોએ મંદિરમાં જ શ્વાનના કર્યા ચરણસ્પર્શ, પરંતુ વીડિયો વાયરલ થતા જ

દુનિયાભરના લોકો બાબા કેદારનાથ ધામ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ જ પાંડવો વિશે વધુ પ્રચલિત વાર્તા છે. એવું કહેવાય છે કે જ્યારે પાંડવો સ્વર્ગની યાત્રાએ ગયા ત્યારે તેમની સાથે એક શ્વાન પણ હતો. યુધિષ્ઠિરને તે ભક્ત શ્વાનને એટલો પ્રેમ હતો કે તે તેને પોતાની સાથે સ્વર્ગમાં લઈ જવા માટે મક્કમ હતા. પરંતુ હવે પાંડવો દ્વારા બંધાયેલા એ જ કેદારનાથ મંદિરમાં શ્વાનને લઇ જવાને લઈને હોબાળો થયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક શ્વાનનો માલિક કેદારનાથ મંદિરમાં હાજર નંદીના ચરણ સ્પર્શ કરાવી રહ્યો છે. જ્યારે શ્વાન નંદીને સ્પર્શે છે ત્યારે લોકો ગુસ્સે થાય છે. એટલું જ નહીં બદરી-કેદાર મંદિર સમિતિએ તેના પર કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયના કહેવા પર સમિતિના CEOએ FIR પણ નોંધાવી છે.

આ શ્વાન નોઈડામાં રહેતા હિમશી ત્યાગીનો છે. વાયરલ વીડિયોમાં શ્વાન સાથે તેના પતિ રોહન ત્યાગી ઉર્ફે વિકાસ સાથે છે. હિમશી ત્યાગીએ જણાવ્યું કે કેદારનાથમાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાતો શ્વાન હસ્કી જાતિનો છે. આ શ્વાનની રશિયન જાતિ છે. હિમશીએ કહ્યું કે અમે તેને અમારા પોતાના પુત્રની જેમ જ ઉછેરીએ છીએ અને તેનું નામ ‘નવાબ ત્યાગી’ છે.

હિમશી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલિંગથી પરેશાન છે. તેણે કહ્યું કે આ બધું માત્ર સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે. અન્યથા કેદારનાથમાં તમામ લોકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હિમશીએ કહ્યું, ‘નવાબ ભૂતકાળમાં પણ અમારી સાથે ઘણા મંદિરોમાં આવ્યો છે. પણ કેદારનાથ એક મોટું મંદિર છે. ભીડ અને સુરક્ષા વધારે છે. મને ડર હતો કે કેટલાક લોકો કંઈક કહેશે.

હિમશીને ડર હતો કે જો તેને ક્યારેય કેદારનાથ સંકુલમાં પ્રવેશ નહીં મળે તો શું થશે. કારણ કે તેઓ લાંબા ટ્રેક (લગભગ 16 કિલોમીટર પગપાળા) પછી કેદારનાથ પહોંચ્યા હતા. પરંતુ આવું કંઈ થયું નથી. હિમશી કહે છે કે કેદારનાથમાં બધાએ તેના શ્વાનને ઘણો પ્રેમ આપ્યો. તેનાથી કોઈ ડરતું ન હતું. તેની સાથે અનેક તસવીરો ક્લિક કરી છે. ભક્તો, પૂજારીઓ પણ સારું વર્તન કરી રહ્યા હતા. હિમશીના કહેવા પ્રમાણે, કેટલાક લોકોએ નવાબના પગ પણ સ્પર્શ કર્યા અને કહ્યું કે તે ભૈરવ બાબાનું સ્વરૂપ છે.

હિમશી ત્યાગીએ વધુમાં જણાવ્યું કે વીડિયો વાયરલ થયા બાદ તેને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી રહી છે. કેટલાક ટ્રોલર્સ કહી રહ્યા છે કે હવે તેઓ તેમને ઉત્તરાખંડમાં પ્રવેશવા પણ નહીં દે. હિમશી કહે છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી અને આવા લોકો કોણ છે જે તેને અટકાવે છે. હિમશીએ જણાવ્યું કે તે અને તેના પતિ તેમની સોસાયટીના અન્ય શ્વાનનું પણ ધ્યાન રાખે છે. તાજેતરમાં તેણે પારગો રોગમાંથી છ શ્વાનને બચાવ્યા છે.

Niraj Patel