પિતાને લીધે 11માં ધોરણમાં ભણતા યુવકે કરી આત્મહત્યા, છેલ્લા શબ્દો આ હતા
ઇટાવામાંથી સનસની ભરેલો મામલો સામે આવ્યો છે.અહીંના 18 વર્ષના આકાશ નામના યુવકનું મૃત શરીર ત્રણ દિવસ બાદ જંગલમાંથી મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ પરિવાર સહિત આસપાસના વિસ્તારમાં પણ શોકનો માહોલ સર્જાઈ ગયો છે.ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
મળેલી જાણકારીના આધારે આકાશ પિતાથી નારાજ થઈને ઘરેથી નીકળી ગયો હતો. રિપોર્ટના આધારે આકાશે પોતાના પિતા પાસે મિત્રના લગ્નમાં જવા માટે પૈસા માંગ્યા હતા પણ પિતાએ પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેનાથી નારાજ આકાશે બહેનની ઘરે જઈ રહ્યો છું તેવું કહીને ઘરની બહાર નીકડી ગયો હતો.જો કે મોડી રાત સુધી તે બહેનના ઘરે ન પહોંચતા પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી.

છતાં પણ આકાશનો કોઈ પતો લાગ્યો ન હતો અને આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવામાં હતી. આખરે ત્રણ દિવસ બાદ ગામની પાસેના એક જંગલમાં બબ્બુના ઝાડ પર તેનું શવ લટકતું મળી આવ્યું હતું. પોલીસના આધારે નારાજ આકાશે આત્મહત્યા કરી હતી. આકાશના પિતાએ કહ્યું કે તે આકાશ પર ઘરનું કામ ન કરવા માટે ગુસ્સે થયા હતા, જેના પછી તેને મિત્રના લગ્નમાં પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો જેન લીધે તે નારાજ થઇ ગયો હતો અને તે નારાજ થઈને ઘરેથી નીકળી ગયો હતો.આકાશના પિતાએ કહ્યું કે તેને જાણ ન હતી કે નાની એવી બાબતને લીધે તે આત્મહત્યા કરવા જેવું પગલું ભરી લેશે.