ગોલ્ડન સોનેરી ગાડી લઈને રીલ બનાવવા માટે રસ્તા વચ્ચે લગાવી દીધો કિલોમીટર સુધી લાંબો જામ, ભડક્યા લોકો જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર રીલ પોસ્ટ કરવાનો ચસ્કો લોકો પર એટલા સુધી હાવી થઇ ગયો છે કે તેઓ આ માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર રહેતા હોય છે. રીલ પ્રત્યેના તેમના જુસ્સાને કારણે ઘણી વખત યુવાનો તેમના જીવ અને આસપાસના લોકોના જીવ જોખમમાં મૂકતા પણ અચકાતા નથી.

હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કારમાં મુસાફરી કરી રહેલા બે યુવકોએ અચાનક જ રસ્તાની વચ્ચે કાર રોકી દીધી અને આને કારણે અનેક કિલોમીટર સુધી લાંબો જામ લાગી ગયો. આ વીડિયો ટ્વિટર પર શેર કરી કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- જુઓ બેપરવાહ સ્ટંટ! પશ્ચિમ વિહાર ફ્લાયઓવર પર યુવકનો ટ્રાફિક રોકવાનો વીડિયો વાયરલ થયો હતો.

આને રીલ બનવાની લત કહો કે પ્રસિદ્ધિની લાલસા, પશ્ચિમ વિહારના ફ્લાયઓવર પર એક યુવક બેદરકારીપૂર્વક વાહનો રોકીને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં પશ્ચિમ વિહારના ફ્લાયઓવર પર વાહનોને તેજ ગતિએ પસાર થતા જોઈ શકાય છે. આ દરમિયાન અચાનક એક કાર રસ્તાની વચ્ચે આવે છે અને ઊભી રહી જાય છે. કારમાંથી બે યુવકો નીચે ઉતરીને રીલ બનાવવા લાગે છે.

ક્લિપમાં કારની પાછળનો ટ્રાફિક જામ સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયો જોયા બાદ ઘણા લોકો યુવકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યુ છે અને અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.

Shah Jina