પેન્ટ અને શર્ટ ઉપર આ યુવકે પહેર્યો લેડીઝ સ્કર્ટ અને પછી અમેરિકાના રસ્તા ઉપર કર્યા એવા ગરબા કે જોઈને તમારી આંખો પણ ખુલ્લી રહી જશે, જુઓ વીડિયો

અમેરિકાની ગલીઓમાં ઘાઘરો પહેરીને આ યુવકે લીધા એવા ગરબાના સ્ટેપ કે અમેરિકાની ગોરીઓ પણ ઝૂમવા લાગી, જુઓ વીડિયો

આજે લોકો ટ્રેન્ડિંગમાં રહેવા માટે કંઈક આવનાવું કરવાનું વિચારતા હોય છે અને ઘણા લોકો પાસે એવો ભરપૂર ટેલેન્ટ પડેલો હોય છે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જતો હોય છે. હાલ એવા જ એક યુવકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જે સ્કર્ટ પહેરીને અમેરિકાના રસ્તા ઉપર ગરબા કરતા ધૂમ મચાવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક વ્યક્તિ અમેરિકાની સડકો પર ડાન્સ કરી રહ્યો છે. તેનો ડાન્સ ખુબ જ શાનદાર છે. લોકોનું ધ્યાન તેના તરફ આકર્ષાયું કારણ કે તેણે કુર્તા અને સ્કર્ટ પહેર્યા છે. આવો તમને જણાવીએ કે આ વ્યક્તિ કોણ છે, જેણે યુએસની સડકો પર ડાન્સ કરવા માટે આવો ડ્રેસ પહેર્યો હતો.

વીડિયોમાં દેખાઈ રહેલો આ યુવક છે કોરિયોગ્રાફર જૈનિલ મહેતાને, જેઓ તેમના પ્રશંસકો અને અનુયાયીઓને તેમના શાનદાર નૃત્ય કૌશલ્યથી આકર્ષિત કરી રહ્યાં છે. ઘણા વીડિયોમાં સ્કર્ટ પહેરીને જેનિલે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી છે. ગયા મહિને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં તેણે પેન્ટ અને શર્ટ સાથે સ્કર્ટ પણ પહેર્યું છે. તે ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના લોકપ્રિય ગીત ‘ઝૂમે રે ગોરી’ પર ડાન્સ કરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જેનિલ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ગીત પર ગરબા કરતો જોવા મળી રહ્યો છે. ‘ઝૂમ રે ગોરી’ આલિયા ભટ્ટ પર ચિત્રિત ગીત છે. તમે આ શાનદાર ડાન્સર ઉપરથી તમારી નજર પણ હટાવી નહીં શકો. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલા તેના આ વીડિયોને અત્યાર સુધી 17.2 મિલિયન કરતા પણ વધારે લોકોએ જોયો છે.

Niraj Patel