માનવતા હજુ પણ જીવે છે, તેનું એક ઉમદા ઉદાહરણ આ વ્યક્તિએ આપ્યું, રસ્તે જતા બિલાડીને પાણીમાં ડૂબતા જોઈ અને કર્યું દિલ જીતી લેનારું કામ

શ્વાન અને બિલાડી એવા પ્રાણીઓ છે જેને માણસો તેમના ઘરમાં રાખે છે. જેના કારણે આ બંને પ્રાણીઓ પ્રત્યે મનુષ્યનો લગાવ પણ વધારે છે. બિલાડીઓ વિશે એવું કહેવાય છે કે તે હજારો વર્ષોથી મનુષ્યની સાથી છે. બિલાડીઓને આ કારણે લોકો પણ પસંદ કરે છે, કારણ કે તે ખૂબ જ ક્યૂટ હોય છે. ત્યારે હાલમાં એક બિલાડી સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક બિલાડી નદીમાં તણાઈ રહી છે. તે બિલાડીને બચાવવા માટે, એક માણસ હૃદય સ્પર્શી કામ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે વ્યક્તિ તે બિલાડીને બચાવવા માટે દેશી જુગાડનો સહારો લે છે. ઘણીવાર આપણે જોયું છે કે બિલાડીઓ ખૂબ  કૂદાકૂદ કરે છે. જેના કારણે ઘણી વખત તેઓ ખરાબ રીતે ફસાઈ પણ જાય છે. આ વીડિયોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. બિલાડી નદીમાં ફસાઈ જાય છે અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ પ્રયાસો કરવા છતાં પણ બિલાડી નદીમાંથી બહાર આવી શકતી નથી. આ દરમિયાન એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને તેણે એક બિલાડીને પાણીમાં પડતી જોઈ. બિલાડી પાણીમાં એક નાના પોલ પર બેઠી છે અને તેના જીવન માટે પ્રાર્થના કરી રહી છે. આ પછી, વ્યક્તિ તે બિલાડીને પાણીમાંથી બહાર કાઢવા માટે દેશી જુગાડનો સહારો લે છે અને અંતે બિલાડીનો જીવ બચી જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બિલાડીને બહાર કાઢવા માટે વ્યક્તિ કાર્ટૂન બોક્સ લઈને આવે છે અને દોરડાની મદદથી તેને પાણીમાં લઈ જાય છે. આ પછી બિલાડી તેમાં બેસે છે અને ઉપર આવે છે. જેણે પણ આ વીડિયો જોયો છે, તે વ્યક્તિની માનવતાના વખાણ કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

Niraj Patel