રસ્તા વચ્ચે રમી રહ્યો હતો બાળક ત્યારે પૂર ઝડપે આવ્યો ટ્રક, જુઓ રૂવાડા ઉભા કરી દે તેવો Video

સમગ્ર વિશ્વના દર વર્ષે લાખો લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટે છે. એવામાં રોડ સેફટી પ્રત્યે જાગરૂકતા લાગવવી આ સમયે ખુબ જરૂરી છે. થોડી જાગૃતતા લાવવાથી ઘણા લોકોનો જીવ બચી શકે છે. આવો એક વિડીયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક યુવકની ચપળતાથી એક બાળકનો જીવ બચી જાય છે. આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ તે યુવકના ખુબ વખાણ કરી રહ્યા છે જેણે બાળકનો જીવ બચાવ્યો.

આ થોડી સેકન્ડના વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાળક રમતા રમતા રોડની વચ્ચે પહોચી જાય છે. ત્યારે જ રસ્તા પર એક પૂરે ઝડપે ટ્રક આવે છે પરંતુ ત્યારે જ રસ્તા કાઠે આ ઘટનાને જોઈ રહેલો વ્યક્તિ દેવદૂત બનીને આવે છે અને બાળકને રોડ પરથી પવનથી ગતિએ ઉપાડી લે છે અને તેનો જીવ બચી જાય છે. જો થોડી પણ વાર લાગી હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત. પરંતુ યુવકની ચપળતાના કારણે બાળકને કઈ થયું નહીં.

આ વિડીયો જોયા બાદ બાળકનો જીવ બચાવનાર યુવકની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે. કારણ કે તેમણે પોતાના જીવના જોખમે બાળકને બચાવ્યો. જો તે યુવક સમયસર રોડ પર ન પહોંચ્યો હોત તો બાળકનો જીવ મુશ્કેલીમાં મુકાય જાત. તો બીજી તરફ એક યૂઝરે કોમેન્ટમાં જણાવ્યું કે બાઈકવાળા છોકરાએ પણ સારૂ કામ કર્યું છે. તો વળી બીજાએ લખ્યું કે, તે ટ્રક ડ્રાઈવરે પણ સમયસર બ્રેક લગાવીને સારૂ કામ કર્યું.

YC