કોથળામાં હજારો રૂપિયાના સિક્કા લઈને સ્કુટી ખરીદવા શો રૂમે પહચ્યો યુવક, વિડીયો થયો વાયરલ

દરેક લોકોનું સપનુ હોય છે કે પોતાની બાઈક હોય. જેમા બેસીને તે સફર કરી શકે. આપણામાના બધા આ અનુભવ કરી ચૂક્યા છીએ કે જ્યારે પહેલીવાર કોઈ ગાડી કે બાઈક ખરીદીએ ત્યારે કેવી ખુશીનો અનુભવ થાય છે. પરંતુ અમે આજે જે કિસ્સાનો તમારી સમક્ષ ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તે જરા હટકે છે.

કારણ કે એક ભાઈ સ્કુટી લેવા માટે શો રૂમ પર રૂપિયાના સિક્કાના કોથળા ભરીને પહોંચી ગયો. જેને જોઈને બધાના હોંશ ઉડી ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વ્યક્તિ શો રૂમ પર 10 હજાર રૂપિયાના સિક્કા લઈને ગયો હતો. આ વ્યક્તિ પોતાની સ્કૂટી લેવા માટે ઘણા મહિનાઓથી સિક્કા ભેગા કરી રહ્યો હતો. હવે જઈને તેનું આ સપનુ પૂરૂ થયું.

આ વ્યક્તિએ કહ્યું કે, હું સ્કુટી લેવા માટે ઘણા સમયથી પૈસાની બચત કરી રહ્યો છું. જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે શો રૂમ પર પહોંચ્યો. તેમણે કહ્યું કે કોથળામાં 1,2 અને 10 રૂપિયાના સિક્કા હતા. આ યુવકનો વીડિયો ફેસબુક પર યૂ ટ્યુબર હિરક જે દાસે શેર કર્યો છે.

યૂ ટ્યૂબર હિરક જે દાસે આ યુવકની કહાની તેમના ફેસબુક પેજ પર શેર કરી છે. તેમા તેમણે જણાવ્યું કે, આ સ્કુટી ખરીદનાર વ્યક્તિ વ્યવસાયે એક દુકાનદાર છે. તે પોતાના કામ માટે ઘણા સમયથી સ્કુટી ખરીદવા માગતો હતો.

જેના માટે ઘણા મહિનાથી પૈસાની બચત કરી રહ્યો હતો. એક બે અને 10 રૂપિયાના સિક્કા ભેગા કરીને તેમણે પૈસાની બચત કરી. હવે પૈસા ભેગા થઈ જતા તેમણે શો રૂમ પર જઈને સ્કુટી ખરીદી. જ્યારે આ વ્યક્તિ શો રૂમ પર સિક્કાના કોથળા ભરીને પહોંચ્યો ત્યારે ત્યાના મેનેજર અને કર્મચારીઓ હેરાન રહી ગયા. હાલમનાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

YC