વાયરલ

પ્રેમિકાના લગ્નમાં પહોંચ્યો પ્રેમી વરમાળા દરમ્યાન સનકી પ્રેમીએ બધાની વચ્ચે પ્રેમિકાની ભરી દીધી માંગ, જુઓ વાયરલ વિડીયો

પ્રેમીએ પ્રેમિકાના લગ્નમાં કરી ધમાકેદાર એન્ટ્રી, એવો કાંડ કર્યો કે આખો પરિવાર જોતો રહી ગયો – જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હરપુર બુધહટ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં લગ્ન સમારોહ દરમ્યાન દુલ્હનની માંગમાં પ્રેમીએ સ્ટેજ પર જ સિંદૂર ભરી દેતા વર અને તેમના પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા.

જે બાદ પ્રેમી પંખીડા એકબીજાને ગળે લાગ્યા હતા. મામલો બગડતો જોઈને દુલ્હનના સંબંધીઓએ  112 ડાયલ કરી  માહિતી આપી હતી પોલીસ બોલાવી  હતી. મોડી રાત સુધી પંચાયત બાદ પોલીસે ગામના આગેવાનો અને બંને પક્ષના વગદાર લોકોની મદદથી મામલો સંભાળી લીધો હતો. દુલ્હનને વર સાથે વિદાય આપવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ થાના વિસ્તારના એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. થોડા મહિના પહેલા યુવક કમાવા માટે બહાર ગયો હતો. આ દરમ્યાન પરિવારે યુવતીના લગ્ન નક્કી કરી લીધા હતા. યુવકને તેના પ્રેમિકાના લગ્નની જાણ થતાં તે બે દિવસ પહેલા ગામ પરત ફર્યો હતો. મળતી માહિતી યુવક જ્યારે લગ્ન સ્થળ પર પહોંચ્યો ત્યારે જયમાળાની વિધિ પૂરી થઈ ગઈ હતી અને ફોટો સેશન ચાલી રહ્યું હતું.

લગ્નમાં માળા પહેરાવવા દરમ્યાન પ્રેમીએ આ અણધાર્યું પગલું ભર્યું હતું. કન્યાએ પણ તેનો સાથ આપ્યો હતો પરંતુ યુવતીના પરિવારજનો ખુશ ન હતા.યુવતીના પરિવારજનોએ પોલીસને બોલાવી હતી. વર-કન્યાના પરિવારજનો વચ્ચે વિવાદ વધવા લાગ્યો હતો. તેમજ પેમી અને પ્રેમિકા એકબીજા સાથે રહેવાની જીદ કરવા લાગ્યા હતા. જો કે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને જોતા જ પ્રેમીનો પ્રેમ ઉતરી ગયો હતો. આ દરમ્યાન યુવતી અને વર પક્ષના લોકોએ મામલો સંભાળી લીધો હતો અને લગ્ન થયા હતા. સવારે દુલ્હા દુલ્હનને વિદાય આપીને તેના ઘરે જરા રહ્યા હતા. લગ્નમાં થયેલ આ ઘટનાની ચર્ચા આસપાસના વિસ્તારમાં ખુબ વાયરલ થઇ હતી.