દૂધ વેચી ખરીદી કાર, એવું સ્ટીકર લગાવ્યુ કે જોઇને કોઇની પણ હસી નીકળી જાય
કાર ખરીદવી એ ઘણા લોકોનું સપનું હોય છે અને જ્યારે આ સપનું પૂરું થાય છે ત્યારે લોકો પોતાની ઈચ્છા મુજબ કારને ડેકોરેટ કરે છે. તે પોતાની કાર પર સીટ કવરથી લઇને કેટલાક ખાસ પ્રકારના સ્ટીકરો પણ લગાવે છે. જેમ કે Daddy’s Gift, Gujjar, ભોલેનાથ વગેરે. પરંતુ મધ્યપ્રદેશના ઈન્દોરથી એક નવો કિસ્સો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ગાડી પર લગાવ્યુ ભેંસનું સ્ટીકર
વાસ્તવમાં, એક વ્યક્તિએ કાર ખરીદી પરંતુ તે તેની નવી કારની ક્રેડિટ તેની ભેંસને આપવા માંગતો હતો. આ ઈચ્છા પૂરી કરવા માટે વ્યક્તિએ કાર પર ભેંસનું અનોખું સ્ટીકર લગાવ્યું. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે સફેદ રંગની સુઝુકી એસ-ક્રોસ રોડ પર ઉભી છે. કારની પાછળ લખેલું છે – ભેંસની દેન. એટલું જ નહીં, નીચે ભેંસનું સ્ટીકર પણ છે, જેના પર લખ્યું છે – રાની. એટલે કે માણસે કાર ખરીદવાનો સંપૂર્ણ શ્રેય તેની ભેંસને આપ્યો છે.
લોકોએ આપી આવી પ્રતિક્રિયા
વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે અને કારની માલિકીની આ અનોખી રીત લોકોને પસંદ આવી રહી છે. વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું- ભેંસ વેચીને ખરીદી કે દૂધ વેચીને. અન્ય એકે લખ્યું- તમારો મતલબ શું છે, ભેંસ વેચી દીધી. અન્ય એકે લખ્યું- ભાઈ દૂધ વેચીને ખરીધી છે શું… અન્ય એક યુઝરે લખ્યું- કોઈના જીવનને મહત્વ આપવું એટલું સરળ નથી.
View this post on Instagram