રૂમમાં ગર્લફેન્ડને પ્રપોઝ કરી રહ્યો હતો છોકરો ત્યાં જ લાઈટ બંધ થઈ જતા થઈ ગયો કાંડ

એતો બધા જાણે જ છે કે આ દુનિયામાં પ્રેમ જેવી બીજી કોઈ અનુભૂતિ ન હોઈ શકે. આ જ કારણ છે કે લોકો પોતાની ગર્લફ્રેન્ડને ખાસ રીતે પ્રપોઝ કરવાનો રસ્તો શોધતા રહે છે. કારણ કે આ ક્ષણ એવી છે, જેને દરેક વ્યક્તિ જીવનભર યાદ રાખવા માંગે છે. આ રીતે, દરેક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે તમામ વ્યવસ્થા કરે છે. પરંતુ કેટલીકવાર એવી કેટલીક વિચિત્ર ઘટનાઓ બને છે, જેના વિશે વ્યક્તિ વિચારતો પણ નથી.

જે થયું તેની બન્નેએ કલ્પના પણ નહીં કરી હોય : આજકાલ આવી જ એક સ્ટોરી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહી છે. આ સમાચાર વાંચીને તમે પણ ચોંકી જશો તેની મજબૂત ગેરંટી છે. વાસ્તવમાં ચીનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે ઘૂંટણિયે બેઠો હતો કે તે જ સમયે લાઇટો બંધ થઈ ગઈ. આ પછી જે થયું તેની બન્નેએ કલ્પના પણ નહીં કરી હોય.

આ કિસ્સો સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો : એક રિપોર્ટ અનુસાર લિયાનયુંગ શહેરમાં એક કપલ તેમના કેટલાક મિત્રો વચ્ચે હાજર હતું. તેમાંથી છોકરાએ એવો પ્લાન બનાવ્યો હતો કે તે તેની ગર્લફ્રેન્ડને બધાની સામે પ્રપોઝ કરશે. તેની તૈયારીઓ થઈ ચૂકી હતી. આ દરમિયાન, જ્યારે છોકરો તેની ગર્લફ્રેન્ડની સામે ઘૂંટણિયે પડી ગયો. તે જ સમયે, લાઇટ જતી રહી, તેના પછી કંઈક એવું બન્યું જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયું.

ગર્લફ્રેન્ડને બદલે અન્ય કોઈને પ્રપોઝ કરી દીધુ : હકીકતમાં, અંધારાના કારણે, છોકરાએ તેની ગર્લફ્રેન્ડને બદલે અન્ય કોઈને પ્રપોઝ કરી દીધુ. અંધારું હોવાથી તે તેને ઓળખી શક્યો નહીં. પણ જેવો પ્રકાશ પડ્યો છોકરો ચોંકી ગયો. જો કે, તે પછી તે તેની ગર્લફ્રેન્ડ પાસે પાછો ગયો. આ બાબતે કેટલાક લોકો જોરથી હસી રહ્યા હતા તો કેટલાક લોકો આ મામલાને સંભાળવામાં વ્યસ્ત હતા.

YC