માછલીને પકડવા ગયો હતો આ વ્યક્તિ પરંતુ થઇ ગયો મગર સાથે સામનો, એક ટોપી માટે પોતાનો જીવ દાવ ઉપર લગાવી દીધો, જુઓ વીડિયો

દીકરાએ કહ્યું, “મારી પાસે 15 ટોપી છે, પણ બાપ એક જ છે !” પોતાના દીકરાની ટોપી માટે આ બાપ મગર સામે થઇ ગયો, અને પછી… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ હેરતઅંગેજ વીડિયો વાયરલ થતા રહેતા હોય છે, ઘણા વીડિયોને જોઈને આપણા રૂંવાડા પણ ઉભા થઇ જતા હોય છે, ત્યારે હાલ એવો જ એક રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ માછલી પકડવા ગયો હતો પરંતુ તેનો સામનો એક વિશાળકાય મગર સાથે થઇ ગયો.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક માણસ અને ચાર મીટર લાંબા મગરનો આમનો સામનો જોઈ શકાય છે. ઓસ્ટ્રેલિયાના કાકાડુમાં ચાલ્સ ક્રોસિંગના પાણીમાં આ ઘટના બની હતી. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મગર નજીકમાં આવેલી બારામુંડી માછલીને પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ સૌથી અજીબ વાત ત્યારે બની જ્યારે પિતા પોતાના દીકરાની ટોપી બચાવવા માટે મગરથી ડર્યા વગરતેની સામે પહોંચી ગયા. આ પિતાએ એક ટોપી માટે ખતરનાક પ્રાણી સામે પોતાનો જીવ જોખમમાં મૂક્યો.

વીડિયોમાં રોસકરેલ પાછો કૂદકો મારતા જોવા મળે છે કારણ કે તે જુએ છે કે માછલીને સૂકી જમીન પર લઈ ગયા પછી પણ મગર હારતો નથી. આમ કરવા જતા તે પોતાની ટોપીને મગરની નજીક ભૂલમાં નાખી દે છે.  રોસ્કેરલના પિતા પછી બહાદુરીપૂર્વક ટોપી મેળવવા માટે જાય છે. જો કે, લોકો વીડિયોમાં બૂમો પાડતા સાંભળી શકાય છે, તેને લેવા દો. અંતે, પિતા અને પુત્રની જોડીએ માછલી અને ટોપી જીતી લીધી અને મગર પાણીમાં પાછો ચાલ્યો ગયો.

વીડિયો ફૂટેજમાં વિશાળકાય મગર માછલી તરફ તરતો જોવા મળે છે જે ફિશિંગ વાયરના છેડે દેખાય છે. બીજી તરફ, માછીમાર મગરને ખાવા દેવાને બદલે માછલીને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. માછીમાર સ્કોટ રોસકેરેલે માછલી છોડવાનો ઇનકાર કર્યો અને તેના બદલે તેને ખેંચવાનો પ્રયાસ બમણો કરી દીધો. પછી મગર મોટી બારામુંડીનો પીછો કરવાનું શરૂ કરે છે અને કોંક્રિટ પર આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Scott Roscarel (@nuffblokescotty)

અહેવાલો અનુસાર, રોસકારેલને ખરેખર ટોપીની પરવા નહોતી. તેણે તેના પિતાને એમ પણ કહ્યું કે તેના ઘરમાં 15 છે, પરંતુ પિતા એક જ છે. વધુમાં, તેણે મીડિયાને કહ્યું કે થોડા ખરાબ માછીમારીના દિવસો પછી, તે તેની પકડથી ખુશ હતો અને તે પણ કે તેના પિતા વિશાળ પ્રાણીની નજીક ન હતા.

Niraj Patel