મેટ્રો ટ્રોન બાદ બસમાં અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ, દાઢીવાળા છોકરાએ બાજુમાં બેસેલી છોકરીને જોઇ ખોલી પેન્ટની ચેન અને પછી કરવા લાગ્યો હસ્તમૈથુન- જુઓ વીડિયો

પેન્ટ ખોલીને હસ્તમૈથુન કરવા લાગ્યો છોકરો બસમાં, છોકરીએ હિમ્મત કરીને…જુઓ વીડિયો

Man Masturbate In Bus : ગુજરાત સહિત દેશભરમાંથી છેલ્લા ઘણા સમયમાં મેટ્રો ટ્રેનમાં કે પછી કોઇ જાહેર જગ્યા પર કેટલાક લોકો દ્વારા અશ્લીલ હરકતો કરવાની ઘટના સામે આવી અને આ દરમિયાન ઘણા વીડિયો પણ સામે આવ્યા, જે જોઇ બધાના હોંશ ઉડી ગયા. ત્યારે કેરળમાં ગત બુધવારે કેરળ સ્ટેટ રેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસમાંથી એક એવી ઘટના સામે આવી કે જેણે ચકચારી જગાવી દીધી. બસમાં એક છોકરાએ તેની બાજુમાં બેઠેલી છોકરી સાથે ખરાબ વર્તન કર્યું.

યુવતીની બાજુમાં બેઠેલા વ્યક્તિએ ન માત્ર તેનો પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢ્યો પરંતુ હસ્તમૈથુન પણ શરૂ કર્યું. કોઈ પણ જાતના ડર વિના છોકરીએ માત્ર છોકરાને કંડક્ટર દ્વારા પકડાવ્યો જ નહીં પણ પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવી. પોલીસે આરોપી છોકરાની ધરપકડ કરી લીધી છે અને પોલીસે કહ્યું કે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર નંદિતા શંકરા KSRTCની બસમાં થ્રિસુરથી નેદુમબાસ્સેરી જઈ રહી હતી.

સવાદ શાહ નામનો યુવક બસમાં ચઢ્યો અને તેની બાજુમાં બેસી ગયો. થોડીવાર પછી આરોપીએ નંદિતાને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું અને નંદિતા તેનાથી દૂર જવાનો પ્રયત્ન કરી રહી હતી. આ દરમિયાન તેણે જોયું તો આરોપીએ તેના પેન્ટની ઝિપ ખોલી અને હસ્તમૈથુન કરવા લાગ્યો. નંદિતાએ આરોપીનો વીડિયો બનાવવાનો શરૂ કર્યો અને તેને સવાલો કર્યા. આરોપીએ તમામ આરોપોને નકારી કાઢ્યા અને બસમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો.

બસ કંડક્ટર નંદિતાની મદદ માટે આગળ આવ્યો અને તેણે આરોપીને પકડીને પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. કંડક્ટરે પૂછ્યું કે શું નંદિતા ફરિયાદ કરવા માગે છે, તો નંદિતાએ હા પાડી અને કંડક્ટરે ડ્રાઈવરને બસ પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું. આરોપી તમામ આરોપોને નકારી રહ્યો હતો પરંતુ પછી તેણે કંડક્ટર સાથે ધક્કામુક્કી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો.

આરોપી વધુ દૂર ન ભાગી શક્યો અને તે પછી કંડક્ટર અને ડ્રાઈવરે તેને પકડીને પોલીસને હવાલે કર્યો. નંદિતાએ પોલીસને આ મામલે નિવેદન પણ આપ્યું છે અને એફઆઈઆર નોંધાવી છે. નંદિતાએ એક વીડિયો પણ શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નંદિતાએ ઘટનાની કેટલીક ક્લિપ્સ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Nandita Sankara (@mastaanii_)

Shah Jina