કાકા બની ગયા પપ્પા…દિયરે કર્યા ભાભી સાથે લગ્ન, બાળકો માટે લીધા સાત ફેરા

વ્યક્તિના જીવનમાં લગ્નનું એક અલગ મહત્વ હોય છે. લગ્નને લઈને દરેકનો જુદો જ ઉત્સાહ હોય છે. લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે એવનવું કરતા હોય છે. કેટલાક લોકો હેલિકોપ્ટર દ્વારા તેમની દુલ્હનને સાસરે લઇને આવે છે તો કેટલાક બળદગાડા દ્વારા. પરંતુ અમે એક એવા લગ્ન વિશે વાત કરી રહ્યા છીએ જેણે લોકો માટે એક દાખલો બેસાડ્યો છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં દિયરે મોટા ભાઈની વિધવા સાથે લગ્ન કર્યા હતા, જેની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.

જિલ્લાના વાનખેડ ગામમાં રહેતા એક વ્યક્તિના મોતથી તેની પત્ની અને બે બાળકો પર દુ:ખનો પહાડ તૂટી ગયો હતો. આ જોઈને મૃતકના નાના ભાઈ હરિદાસ દામધરને સગા-સંબંધીઓએ વિધવા ભાભી સાથે લગ્ન કરવા જણાવ્યું હતું. હરિદાસે પણ સમાજ અને દુનિયાની પરવા કર્યા વિના બધાને માન આપ્યું અને તે પોતાની ભાભી સાથે લગ્ન કરવા રાજી થયો. પછી દિયર-ભાભી વગ્ન કરી પતિ-પત્નીના સંબંધમાં બંધાઈ ગયા. આ આદર્શ લગ્નમાં જાનૈયાઓએ પણ ભાગ લીધો હતો અને હરિદાસ દામધર દ્વારા લેવાયેલા પગલાની પ્રશંસા કરી હતી.

ભાભી સાથે લગ્ન કરવા અંગે હરિદાસ દામધરે જણાવ્યું હતું કે, મારા ભાઈનું દોઢ વર્ષ પહેલા અવસાન થયું હતું. તેને 2 બાળકો છે. મારા માતા-પિતાએ નિર્ણય લીધો અને મને મારી ભાભી સાથે લગ્ન કરવાનું કહ્યું, જે તેમને અને તેમના બાળકોને ટેકો આપશે. મને લાગ્યું કે મારા માતા-પિતા અને મિત્રોએ લીધેલો નિર્ણય સાચો હતો અને મને લાગ્યું કે તે ફક્ત ભાભી અને બાળકો માટે જ સારું રહેશે. તેથી જ મેં લગ્ન માટે હા પાડી. મારા આ નિર્ણયથી હું ખૂબ જ ખુશ છું. ,

Shah Jina