પત્નીની લાશના ટુકડા-ટુકડા કરી એવી જગ્યાએ દાટી દીધી કે પોલિસને આપી ચેલેન્જ, પોલીસને પણ ફાંફા પડી ગયા

‘લાશ બોડી શોધી બતાવો’, પત્નીની હત્યા કર્યા બાદ પોલિસને કર્યુ ચેલેન્જ, આવી રીતે ખુલ્યુ રાઝ

એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી તેની લાશના ટુકડા પર ઘર પાછળ દાટી દીધી. વ્યક્તિને શક હતો કે પત્ની ચોરી કરી રહી છે. તેણે પત્નીના માથાને કચરામાં ફેક્યુ હતુ. તે પોલિસને પણ ઘણા દિવસો સુધી ગુમરાહ કરતો રહ્યો. કપલે એક ડીલથી લગ્ન કર્યા હતા. 66 વર્ષિય રોબર્ટો કોલોન અને 45 વર્ષિય મૈરી સ્ટેલા ગોમેજ-મુલેટના લગ્ન જાન્યુઆરી 2021માં થયા હતા. મૈરી મૂળ કોલંબિયાની રહેવાસી હતી. કોલોની માતા ડિમેંશિયાથી ગ્રસ્ત હતી. કોલોને મેરીને કહ્યુ કે, જો તે તેની માતાની દેખરેખ કરી શકે છે, સંભાળ લઇ શકે છે તો તે તેની સાથે લગ્ન કરશે. આનાથી તેને અમેરિકાની નાગરિકતા પણ મળી જશે.

આ વાત સાંભળી મૈરી તેના સાથે લગ્ન કરવા રાજી થઇ હતી. મૌરીને પણ લાગ્યુ કે, તેનું જીવન અમેરિકામાં સારુ થઇ જશે. થોડા સપ્તાહની અંદર જ બંનેને લગ્ન થઇ ગયા હતા. આ વચ્ચે મૈરીએ તેના એક મિત્રને કહ્યુ કે, કોલોને તેના પર ચોરીનો આરોપ લગાવ્યો. મૈરીએ એક કાર લોન પર લીધી હતી. જેના એગ્રીમેન્ટ પર કોલોનની માતાએ ગેરંટી લીધી હતી. મૈરીએ તે બાદ તેની મિત્રને જણાવ્યુ કે, મૈરી એ કાર પરત કરવા જઇ રહી છે અને બીજી પણ વસ્તુ કે જેના વિશે કોલોનને લાગે છે કે તેણે તે ચોરી છે. 18 ફેબ્રુઆરીએ મૈરી કોલોનના ઘરે ગઇ હતી અને જ્યારે તે ઘરે ગઇ તો મિત્ર સાથે વાતચીત કરી રહી હતી.

પરંતુ વાત કરતા તેણે નો નો કોલોન…કરતા બૂમો પાડી અને પછી તેનો ફોન બંધ થઇ ગયો. મૈરીના મિત્રને કહ્યુ કે તેણે મૈરીને ઘણા ફોન કરવાની કોશિશ કરી પરંતુ જવાબ આવ્યો નહિ. તે પછી બે દિવસ બાજ મૈરીના મિત્રએ પોલિસને ફોન કર્યો. જ્યારે પોલીસે કોલોનને મૈરી વિશે પૂછપરછ કરી ત્યારે તેણે માની લીધું કે તેમના લગ્નનું સમાધાન હતું. પરંતુ કોલોને પોલીસને જણાવ્યું કે તેને ખબર નથી કે તેની પત્ની ક્યાં છે. કોલોને પોલીસને એમ પણ જણાવ્યું કે તેની પત્ની તેની માતા સાથે ઘણા દિવસોથી છેતરપિંડી કરી રહી હતી.

કોલોને કહ્યું કે તે ડૉક્ટર પાસે ગયો હતો, પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યારે મૈરી ઘરે ન હતી. 23 ફેબ્રુઆરીના રોજ કોલોનના ઘરથી થોડા કિલોમીટર દૂર લોહીથી લથપથ બેગ મળી આવી હતી. આ બેગને પાછળથી મૈરીને ઓળખતા લોકો દ્વારા ઓળખવામાં આવી હતી. આ પછી પોલીસ કોલોનના ઘરે પાછી ગઈ, પરંતુ કોલોને ફરી પોલીસને એક નવી વાર્તા કહી.કોલોને કહ્યું કે તેની પત્નીનું માથું દિવાલ સાથે અથડાયું હતું. જે પછી તેનો ફોન પડી ગયો.પોલીસે કોલોનના ઘરની તપાસ કરી અને તેમને ફ્લોર પર લાલ રંગના નિશાન જોવા મળ્યા. તે માનવ રક્ત હોવાનું બહાર આવ્યું. આ પછી પણ તેણે પોલીસને ગુમરાહ કરી.

પોલીસ ફરી એકવાર કોલોનના ઘરે તપાસ માટે આવી હતી.પરંતુ આ વખતે કોલોન હિંસક બની ગયો અવે તેણે તેની પત્ની મૈરી પર વાંધાજનક ટિપ્પણી કરી. જ્યારે ઘરની તપાસ કરવામાં આવી ત્યારે તેના ઘરની પાછળ માનવ શરીરના કેટલાક ભાગો મળી આવ્યા હતા. જોકે, તેનું માથું અને પગ ગાયબ હતા. આ પછી પોલીસે કોલોન પર હત્યાનો કેસ નોંધ્યો હતો. ત્યારબાદ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

Shah Jina