પત્નીએ છેલ્લા સમયે ફરવા જવાનો પ્લાન કર્યો કેન્સલ, પછી પતિએ પત્ની વગર પણ પત્નીને સાથે લઇ જવા કર્યો એવો ગજબનો જુગાડ કે જોતા જ રહી ગયા લોકો, જુઓ

એકધાર્યા જીવનની અંદર થોડી હળવાશ લાવવા માટે ઘણા લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે, જેના કારણે મગજ થોડું રિલેક્સ થઇ શકે અને કામમાં પણ મન લાગી શકે, મોટાભાગે લોકો પરિવાર અને મિત્રો સાથે જ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે, અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈ સદસ્ય છેલ્લા સમયે ફરવા જવાની ના પાડી દે ત્યારે આખા પ્લાનની પથારી પણ ફેરવાઈ જતી હોય છે અને પ્લાન કેન્સલ પણ કરી દેવો પડતો હોય છે.

ત્યારે હાલ આવી જ એક કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે ફિલિપાઇન્સના એક વ્યક્તિની. આ વ્યક્તિ વેકેશન પર જઈ રહ્યો હતો અને કોઈ કારણસર તેની પત્નીને તેનો પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. રજા દરમિયાન તેની પત્ની તેની સાથે રહે તેની ખાતરી કરવા માટે તેને એક અદ્ભુત વિચાર આવ્યો.

તેણે તેની સાથે એક ઓશીકું લીધું જેનું આખું કવર તેની પત્નીના ચહેરાથી ઢંકાયેલું હતું. રજા દરમિયાન તે જ્યાં પણ જાય ત્યાં આ ઓશીકું પોતાની સાથે લઈ જતો. આ તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. ત્યારથી તે સતત વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, રેમન્ડ ફોર્ટુનાડો નામના વ્યક્તિએ ફિલિપાઈન્સના પાલવાનમાં લાંબા સમયથી રજાઓ મનાવવાની યોજના બનાવી હતી.

બધું ફાઇનલ હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેની પત્ની જોન ફોર્ટુનાડો, જે એક ફ્રીલાન્સ મોડલ છે, તેણે કોઈક પ્રોજેક્ટને કારણે તેનો પ્લાન કેન્સલ કરવો પડ્યો અને તે તેના પતિ સાથે વેકેશન પર જઈ શકી નહીં. રેમન્ડ તેની પત્ની દ્વારા પ્લાન કેન્સલ કરવાથી ખૂબ જ નિરાશ થયો હતો, પરંતુ તેણે તેની પત્નીની હાજરી દરેક જગ્યાએ હોય તેની ખાતરી કરવા માટે એક જુગાડ કર્યો હતો.

રેમન્ડે વેકેશનમાં તેની સાથે પત્નીનો માઇમ-ફેસ ઓશીકું લેવાનું નક્કી કર્યું. રેમન્ડ દ્વારા વેકેશન દરમિયાન શેર કરવામાં આવેલી મોટાભાગની તસવીરોમાં તે તેની પત્નીના મેમ-ફેસ ઓશીકા સાથે ચાલતો જોવા મળે છે.

સ્નોર્કલિંગ હોય કે શોપિંગ, આ ઓશીકું દરેક જગ્યાએ તેની સાથે હતું. હોટેલમાં નાસ્તો કરતી વખતે પણ તે ઓશીકું પોતાની સાથે રાખતો હતો. તેણે કોવિડ-19 પ્રોટોકોલ હેઠળ એરપોર્ટ પર આ માઇમ-ફેસ પિલોનું તાપમાન પણ ચેક કરાવ્યું હતું. તેણે કેટલાક સ્થાનિક લોકોને પણ આ તકિયા સાથે પોઝ આપવા માટે સમજાવ્યા.

જ્યારે રેમન્ડે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી તો તે જોતાં જ વાયરલ થઈ ગઈ. યુઝર્સ તેનો ઘણો આનંદ લઈ રહ્યા છે અને વીડિયો પર ઘણી રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “તમે બિલકુલ અલગ છો. કેટલી અદ્ભુત સફર છે.” અન્ય એક યુઝરે લખ્યું, ‘પહેલા તો હું હસ્યો, પણ તમે અદ્ભુત છો.’ (All Images credit: Raymond Tan Fortunado/facebook)

Niraj Patel