જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યું હતું પક્ષી, આ વ્યક્તિએ તેનામાં શ્વાસ ભરીને આપ્યું નવું જીવન, જુઓ વીડિયો

કોઈ માણસ પાણીમાં ડૂબી ગયો હોય અથવા તો તેના શ્વાસ રૂંધાઇ ગયા હોય ત્યારે મોઢાથી શ્વાસ આપતા ઘણા લોકોને આપણે ફિલ્મોમાં અને રિયલ લાઈફમાં પણ જોયા હશે, પરંતુ શું કોઈ પક્ષીના શ્વાસ રૂંધાઇ જાય ત્યારે શું થાય ?  આવું જ કંઈક એક પક્ષી સાથે થયું, એવું લાગી રહ્યું હતું જાણે કે આ પક્ષી તેના જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યું હોય.

પરંતુ એવામાં જ એક વ્યક્તિએ ખુબ જ સમજદારીથી કામ લીધું અને તે પક્ષીનો જીવ બચાવી લીધો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો ના ફક્ત તે વ્યક્તિ પ્રસંશા કરી રહ્યા છે પરંતુ તેને દાખવેલી માનવતા માટે તેનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર ઉપર આ વીડિયોને આઈએફએસ અધિકારી સંદીપ ત્રિપાઠી દ્વારા 8 જૂનના રોજ શેર કરવામાં આવ્યો છે. સાથે જ તેમને કેપશનમાં લખ્યું છે કે “કૂકાબૂરા પક્ષીને ફરીથી નવું જીવન આપવાની હૃદયને સ્પર્શી જનારી કહાની.” સોશિયલ મીડિયામાં આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ નિહાળ્યો છે અને લાઈક પણ કર્યો છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક પક્ષી સ્વિમિંગ પુલની પાસે ઊંધું પડ્યું છે. એક વ્યક્તિ તેની છાતીને હલકા હાથે દબાવે છે. રિપોર્ટ પ્રમાણે પક્ષીને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. તે વ્યક્તિ પક્ષીને મોઢાથી શ્વાસ આપીને જીવન બચાવવાનો પ્રયાસ કરે છે. થોડી સેકેંડ સુધી સીપીઆર આપ્યા પછી તે કમ્પ્રેસરનો ઉપયોગ કરે છે. જેના બાદ ફરીથી પક્ષીની ધડકનો ચાલવા લાગે છે અને તે પોતાની પાંખો ફેલાવી દે છે, જુઓ તમે પણ આ હૃદયસ્પર્શી વીડિયો…

Niraj Patel