“તું મને શું શીખવાડે છે ?” દારૂના નશામાં ટુન્ન થઈને મેટ્રોમાં ઘુસ્યો આ વ્યક્તિ, એક પેસેન્જરને પગે પણ લાગ્યો… વાયરલ થયો વીડિયો

નશામાં ધૂત વ્યક્તિ ચઢી ગયો મેટ્રોમાં મુસાફરી કરવા માટે, એક પેસેન્જર  સાથે થઇ ગઈ માથાકૂટ અને એવું એવું બોલ્યો કે વીડિયો થયો વાયરલ.. જુઓ

આપણા દેશમાં ઘણા લોકો એવા છે જે નશો કરતા હોય છે અને આપણે એ પણ જોયું  છે કે નશો કર્યા બાદ વ્યક્તિ ભાન પણ ભૂલી જાય છે અને આડી અવળી હરકતો પણ કરવા લાગે છે. ત્યારે ઈન્ટરેન્ટ પર નશામાં આવી રીતે ભાન ભૂલેલા ઘણા લોકોના વીડિયો વાયરલ પણ થતા હોય છે અને લોકો આવા વીડિયોને જોવાનું પણ ખુબ જ પસંદ કરતા હોય છે.

સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ દારૂના નશામાં મેટ્રોમાં મુસાફરી કરી રહ્યો છે. મુસાફરી દરમિયાન, તે એક મુસાફર સાથે દલીલ કરે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક નશામાં ધૂત વ્યક્તિ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યો છે. આ દરમિયાન તેનો કોઈની સાથે ઝઘડો થઈ જાય છે.

તે કહે છે “મેં ટોકન લઈ લીધું છે… હું નોઈડા સેક્ટર 15થી આવું છું અને અહીં જ ઉતરીશ. આટલું જ હું ધ્યાન રાખું છું. તમે મને શીખવવા આવો છો.” પછી તે સીટ પર બેઠેલા સરદારજી તરફ વળે છે અને ઘૂંટણિયે નમવાનું શરૂ કરે છે. પછી બૂમો પાડે છે “વાહે ગુરુ જી દા ખાલસા, વાહે ગુરુ જી દી ફતેહ… આ પછી સરદારજી કહે છે કે તમારું સ્ટેશન આવી ગયું છે અને વીડિયો અહીંયા સમાપ્ત થાય છે.

 

View this post on Instagram

 

A post shared by SUPERBAKCHOD (@_superbakchod_)

આ ક્લિપ 14 માર્ચે ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવી હતી. તેણે કેપ્શનમાં લખ્યું “બે પેગ પછી મારો મિત્ર.”  આ વીડિયોને અત્યાર સુધીમાં લખો લોકો જોઈ ચુક્યા છે અને આ અંગે પોતાના પ્રતિભાવ પણ આપ્યા છે. એકે લખ્યું કે સંપૂર્ણ રીતે સેટ થયા પછી તે જાણે છે કે કોનું સન્માન કરવું. બીજાએ લખ્યું- દિલ્હી મેટ્રોમાં આપનું સ્વાગત છે.

Niraj Patel