કુદરતની કમાલ! 28 વર્ષના યુવકે આપ્યો બાળકીને જન્મ,લોકોએ કહ્યું- અશક્ય

વિશ્વમાં રોજ બરોજ લાખો ઘટનાઓ બને છે. જેમાથી ઘણી ઘટનાઓ એવી હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. હવે કાળા માથાનો માનવી ભગવાનને ચેલેન્જ કરતો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે હાલમાં જે કિસ્સાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે તે વાસ્તવમાં પ્રકૃતિની વિરુદ્ધ છે.

અમેરિકામાં એક યુવકે બાળકીને જન્મ આપ્યો છે.  હાલમાં આ કિસ્સો સોશિયલ મીડિયા પર ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાના વેસ્ટ વર્જિનિયાનો રહેવાસી 28 વર્ષના એસ પેટ્રિક સ્કેડ નાનપણથી જ મહિલા હતી, પરંતુ તે પુરુષ બનવા માંગતી હતી. તેથી તેણે 2020થી પહેલા ટેસ્ટોસ્ટેરોન અને ઓસ્ટોજનનું સેવન કરતી હતી, જેથી તેનું સ્વરૂપ બદલી જાય અને તે મહિલાથી પુરુષ બની જાય છે. હવે બન્યુ એવુ કે એક દિવસ તેને ખબર પડી કે તે પ્રેગનેટ છે.

28 વર્ષિય પેટ્રિક પીએચડી વિધાર્થી છે અને સાથે સાથે મેન્ટલ હેલ્થ વર્કર પણ છે. એક દિવસ ડેટિંગ એપ પર તેની મુલાકાત એક અજાણ્યા વ્યક્તિ સાથે થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ  બંધાયા હતા. ત્યારબાદ પેટ્રિકને ખબર પડી કે તે પ્રેગનેટ છે.

તે જ વર્ષે તેણે એક સુંદર બાળકીને જન્મ આપ્યો. પેટ્રિકે તેની બાળકીનું નામ રોશન રાખ્યું છે. જ્યારથી તેને ખબર પડી કે તે પ્રેગન્ટ છે ત્યારથી જ તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધુ હતુ જેથી તેનું બાળક સ્વસ્થ જન્મે.

 

View this post on Instagram

 

A post shared by Ash Patrick Schade (@ashthegoth)

YC