ખુંખાર સિંહ અને વરુને બચાવવા માટે યુદ્ધની વચ્ચે પણ યુક્રેનમાં ઘુસી ગયો આ વ્યક્તિ, પછી કર્યું એવું કે જાણીને હોશ ઉડી જશે.

રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલુ છે અને આ દરમિયાન ઘણી એવી ઘટનાઓ પણ સામે આવતી રહે છે કે તે આપણા પણ દિલ જીતી લે છે.ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે. જેને લાખો કરોડો લોકોના દિલ જીતી લીધા છે. આ કહાની બ્રિટનના એક વ્યક્તિની છે, જે સિંહ અને વરુને બચાવવા યુક્રેન ગયો હતો.

આ વ્યક્તિનું નામ ટિમ લૉક્સ છે અને તેણે ફેસબુક પર તેની સ્ટોરી શેર કરી છે. લોકો તેની બહાદુરી અને પ્રાણીઓ પ્રત્યેના તેના અપાર પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. ટિમ લૉક્સની ફેસબુક પોસ્ટ અનુસાર, યુક્રેનમાં એક પ્રાણી સંગ્રહાલય યુદ્ધને કારણે બંધ કરવામાં આવ્યું હતું. પ્રાણી સંગ્રહાલયમાં રહેતા સિંહ અને વરુને બચાવવા તે યુદ્ધગ્રસ્ત યુક્રેન ગયો.

ટિમે જણાવ્યું કે પેપરવર્ક પૂર્ણ કર્યા બાદ તે એક સ્થાનિક વ્યક્તિ સાથે બહાર ગયો હતો. પ્રાણી સંગ્રહાલયમાં પહોંચ્યા પછી, સિંહ અને વરુના પાંજરાને મિનિબસમાં લોડ કરવામાં આવ્યા હતા. જેના માટે ત્રણ કલાકનો સમય લાગ્યો. જેસીબી અને ક્રેનનો ઉપયોગ કરીને મિનિબસની પાછળની સીટો દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ એસ્કોર્ટની મદદથી તેઓ શહેર છોડીને ચાલ્યા ગયા.

ટિમ અને તેના સાથીઓ સિંહ અને વરુને સલામત સ્થળે લઇ આવ્યા. ટિમ કહે છે કે દરેક જણ યુદ્ધ દરમિયાન લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ નિર્દોષની કોઈ કાળજી લેતું નથી. તેથી અમે આ પ્રાણીઓને બચાવવાનું વિચાર્યું અને પછી કામ કર્યું.

ટિમે અન્ય એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઝૂમાંથી બચાવી લેવાયેલા સિંહ સિમ્બા અને વરુ અકેલાને રોમાનિયાના ઝૂમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બંને ખાણી-પીણી અને મોજ-મસ્તી કરી રહ્યા છે. હમણાં અમે આગળના કાર્યની તૈયારીમાં વ્યસ્ત છીએ. સોશિયલ મીડિયામાં તેની આ કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ તેની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel