આ વ્યક્તિએ ડોલ સાથે કરી સગાઇ, હીરાની વીંટી પહેરાવી ગિફ્ટ કર્યો iPhone 12 પછી ખોલ્યું એક રહસ્ય

36 વર્ષના વ્યક્તિએ ડોલ સાથે કરી સગાઇ, પછી ખોલ્યું એક રાઝ

પ્રેમ આંધળો હોય છે તેવું તમે ઘણીવાર સાંભળ્યુ હશે, પ્રેમમાં લોકો ઘણી હદો પણ પાર કરી દે છે. પ્રેમ કોઇ ઉંમર જોઇને થતો નથી. પરંતુ તમે કયારેય એવું સાંભળ્યુ કે, પ્રેમમાં કોઇ વ્યક્તિએ ડોલ સાથે સગાઇ કરી હોય. જી હા, એક વ્યક્તિએ ડોલ સાથે સગાઇ કરી છે. હોંગકોંગનો રહેવાસી 36 વર્ષિય શાઇ ટિયાનરોંગ કોઇ છોકરીના પ્રેમમાં પડવાની જગ્યાએ તેણે એક ડોલ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ વ્યક્તિએ આ ડોલ સાથે સગાઇ પણ કરી લીધી.

ટિયાનરોંગે ડોલ સાથે લગાઇ કરી અને હવે તે આ ડોલ સાથે લગ્ન પણ કરશે. ટિયાનરોંગનું કહેવું છે કે, માણસોની તુલનામાં ડોલને ડેટ કરવી ખૂબ સરળ છે. એ જ કારણથી તેણે ડોલ સાથેે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો.

તમને જાણીને હેરાની થશે કે, શાઇએ તેની મંગેતરને સગાઇ બાદ ઘણા મોંઘા મોંઘા ગિફટ આપ્યા છે. આ ગિફટમાં iPhone 12 થી લઇને મોંઘા કપડા, મોંધા ચંપલ અને અનેક ગિફટ્સ સામેલ છે.

શાઇ આ ડોલને એટલો પ્રેમ કરે છે કે, તેણે આજસુધી તેને કિસ કરી નથી. તેને એવું લાગે છે કે, કિસ કરવાથી તેની સ્કીન ખરાબ થઇ જશે. શાઇના આ પ્રેમને જોઇને સૌ કોઇ દંગ રહી ગયા છે.

ટિયાનરોંગ કહે છે કે, ડોલ સાથે સગાઇ અને લગ્ન કરવા એ કોઇ છોકરી સાથે કરવાથી સરળ છે. ડોલ માત્ર તેની જરૂરતને પૂરી નથી કરતી પરંતુ તેને સમજે પણ છે. આ સાથે જ ડોલ ઝઘડો પણ કરતી નથી. શાઇએ તેના સપનાની દુનિયાને હકિકતમાં બદલી નાખી છે.

Shah Jina