છેલ્લા ઘણા સમયથી વધતા જતા હાર્ટ એટેકના મામલા લોકોમાં ચિંતા વધારી રહ્યા છે. અત્યાર સુધી ઘણા યુવાનોને હાર્ટ એટેક આવતા તેઓ મોતને ભેટ્યા છે. ત્યારે હાલમાં વધુ એક મામલો સામે આવ્યો છે.
મહારાષ્ટ્રના સંભાજીનગરમાં જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.પ્રાપ્ત જાણકારી મુજબ યુવકનું નામ કવલજીત સિંહ બગ્ગા છે જે સિમરન મોટરનો માલિક હોવાનું કહેવાય છે.
હંમેશની જેમ તે કસરત કરવા માટે જીમ પહોંચ્યો હતો, કસરત કરતા સમયે તે થોડો અસહજ થઈ ગયો અને પછી જીમમાં જ દિવાલની એક બાજુએ ઉભો રહી ગયો. આ દરમિયાન અચાનક તે પડી ગયો અને તેનું મોત થઇ ગયુ.થોડા દિવસો પહેલા જ ઉત્તર પ્રદેશના વારાણસીમાં જિમમાં કસરત કરી રહેલા એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યુ હતુ.
આ ઘટના સિદ્ધગિરી વિસ્તારમાં બની હતી જ્યાં એક 32 વર્ષનો યુવક જીમમાં કસરત કરી રહ્યો હતો અને તેને અચાનક માથામાં તીવ્ર દુખાવો થયો અને તે જમીન પર પડ્યો. યુવકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.
मौत का लाइव वीडियो pic.twitter.com/mCeN9JMJDM
— parmod chaudhary (@parmoddhukiya) July 21, 2024