સુરતમાં સિટી બસની અડફેટે યુવકનું મોત, હજી તો 10 મહિના પહેલા જ થયા હતા લગ્ન- પત્નીને 9 માસનો ગર્ભ

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. આવા કિસ્સાઓમાં ઘણા મોતને પણ ભેટતા હોય છે. ઘણીવાર સિટી બસની તેજ રફતાર કે પછી ડ્રાઇવરની લાપરવાહીને કારણે બીજાનો જીવ પણ જતો રહેતો હોય છે. ત્યારે હાલ સુરતમાંંથી એક કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરની સિટી બસ જાણે કાળમુખી બની હોય તેમ એક બાદ એક અકસ્માતના બનાવો બની રહ્યા છે. હાલમાં રિંગ રોડ માર્કેટ ખાતે રસ્તા પર એક બસે એક યુવાનને અડફેટે લીધો હતો જેને કારણે કચડતાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યુ છે.

Image Source

દીકરાના મોતથી પરિવારમાં પણ શોકનો માહોલ પેદા થઇ ગયો છે. તપાસમાં એ પણ સામે આવ્યુ છે કે હજી તો 10 મહિના પહેલા જ યુવકના લગ્ન થયા હતા. સુરત રિંગરોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે એક બ્લૂ સિટી બસે કિશન પટેલ નામના યુવકને કચડી નાખતાં

તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા અને અકસ્માત સર્જી બસચાલક ફરાર થઇ ગયો હતો. લોકોએ કહ્યું હતું કે રોડ ક્રોસ કરતી વખતે બસે કિશનને અડફેટે લઈ કચડી નાખ્યો હતો. કિશન હાથમાં ટિફિન લઈ કામે જવા નીકળ્યો હતો અને પરિવારજનોને તેના મોતના સમાચાર મળતા જ શોક ફેલાઇ ગયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડી આવી હતી અને

તપાસ શરૂ કરી હતી. પરિવાર અનુસાર, કિશન પટેલ રિંગ રોડ કિન્નરી સિનેમા સામે હીરામણિની ચાલમાં રહે છે. 10 મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતા. તેની પત્નીને 9 માસનો ગર્ભ છે. કિશન ડાયમંડમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.

Shah Jina