આ ભાઈએ દુકાનદાર પાસે લીધો પોતાના અપમાનનો એવો બદલો કે દુકાનદાર પણ જીવનભર યાદ રાખશે, બધો જ સામાન ખરીદી લીધો અને પછી… જુઓ વીડિયો

બજાર કિંમત કરતા પણ મોંઘા ભાવમાં વસ્તુ વેચી રહ્યો હતો આ દુકાનદાર, ગ્રાહકે કર્યો વિરોધ તો અપમાન કરતા કહ્યું, “ખરીદવું ના હોય તો અહિયાંથી ચાલ્યા જાવ

Young man took revenge of the insult from the shopkeeper : તમે ઘણીવાર કોઈ જગ્યાએ ગયા હશો અને ખાણીપીણીની કોઈ વસ્તુ ખરીદશો તો સામાન્ય કિંમત કરતા પણ કેટલાય ગણી વધારે કિંમત તમારી પાસે વસુલવામાં આવે છે. ત્યારે કેટલીકવાર આપણે તેનો વિરોધ પણ કરતા હોઇએ છીએ. સામાન્ય રીતે એરપોર્ટ અને સિનેમાઘરમાં કિંમત વધુ જોવા મળતી હોય છે. ત્યારે ઘણીવાર દુકાનદાર પણ એવું કહેતા હોય છે કે ખરીદવાની તાકાત ના હોય તો જતા રહો. આવું જ એક વ્યક્તિને એક દુકાનદારે કહ્યું, જેનો બદલો તે વ્યક્તિએ એવી રીતે લીધો કે સૌ કોઈ હેરાન રહી ગયા.

મોંઘી વેચી રહ્યો હતો વસ્તુ :

આ વ્યક્તિએ દુકાનદારને 850 યુઆન (રૂ. 9838) આપીને નૂડલ્સના તમામ પેકેટો ખરીદ્યા અને તેનો બગાડ પણ કર્યો. મામલો ચીનના શાનડોંગ પ્રાંતનો છે. આ ઘટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઘટના 24મી જુલાઈના રોજ રાત્રે બજારમાં બની હતી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, વ્યક્તિએ દુકાનદારને કહ્યું કે 14 યુઆન (રૂ. 164) નૂડલ્સના બાઉલ માટે ખૂબ વધારે છે. તે સામગ્રી વિશે વારંવાર પૂછતો રહ્યો.

બધા પેકેટ ખરીદી લીધા :

દુકાનદારે કહ્યું કે તેમાં માત્ર એક ઈંડું અને બે શાકભાજીના પાન છે. આના પર તે વ્યક્તિએ દુકાનદારને કહ્યું, ‘તો તે 14 યુઆનમાં કેમ વેચે છે? શું તે બહુ મોંઘું નથી?’ દુકાનદાર કંઈ બોલ્યો નહિ. તો વ્યક્તિએ કહ્યું, ‘શું કરો છો?’ દુકાનદારના દીકરાએ કહ્યું, ‘જો તમે ખરીદી શકતા નથી તો અહીંથી જાવ.’ આ પછી વ્યક્તિએ દરેક પેકેટની કિંમત પૂછી અને કહ્યું કે તે બધા પેકેટ ખરીદી લેશે. તેણે 850 યુઆન (રૂ. 9838) આપ્યા અને તમામ પેકેટ ખરીદી લીધા.

જમીન પર નાખીને પગથી કચડી નાખ્યા :

પછી તેણે આ પેકેટોને જમીન પર મૂકી દીધા અને પગથી કચડી નાખ્યા. આ પછી તેણે વળતર તરીકે કેટલાક પૈસા પણ આપ્યા. આ પછી દુકાનદારના પુત્રએ માફી માંગી પરંતુ વ્યક્તિએ કહ્યું કે જે મારું છે, શું હું તેને બગાડી પણ ન શકું. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. એક યુઝરે કહ્યું, ‘તેણે તમને ઠપકો આપ્યો અને તમે તેને 850 યુઆન આપ્યા. તમે સાચા છો?’ અન્ય એક વ્યક્તિએ કહ્યું, ‘આ એક યુવકે કરેલી મૂર્ખતા છે.’

Niraj Patel