આ કાકાએ તો કમાલ કરી, માત્ર 18 સેકેન્ડમાં મોઢામાં દબાવેલી સિગરેટથી સળગાવી એક પછી ઉડાડયા 18 રોકેટ, જુઓ વીડિયો

દેશભરમાં દિવાળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. છેલ્લા બે વર્ષથી કોરોનાએ દિવાળીની મજા બગાડી હતી, પરંતુ આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો થવાના કારણે લોકોએ દિલ ખોલીને દિવાળીના તહેવારની ઉજવણી કરી. આ દરમિયાન આતીશબાજી પણ થતી જોવા મળી, લોકોએ દિલ ખોલીને ફટાકડા પણ ફોડ્યા, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કાકા મોઢાની અંદર સિગરેટ સળગાવીને ધડાધડ 11 રોકેટ આકાશમાં ઉડાડતા જોવા મળી રહ્યા છે. કાકાનો આ અંદાજ સોશિયલ મીડિયામાં લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. કાકા દ્વારા કરવામાં આવતું આ કારનામુ જોખમ કારક જરૂર છે. પરંતુ જે રીતે કાકા રોકેટ હવામાં ઉડાવે છે, તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એ જોઈ શકાય છે કે કાકા માત્ર 18 સેકેન્ડમાં જ 11 રોકેટને એક પછી એક પોતાના મોઢામાં દબાવેલી સિગરેટમાંથી આગ લગાવી હવામાં ઉડાવે છે. કાકાનો આ વીડિયોને વાયરલ થતા ઘણા લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. તો ઘણા લોકો આ વીડિયો જોઈને પોતાનો ગુસ્સો પણ કોમેન્ટમાં વ્યક્ત કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો ઘણો જૂનો હોવાનો પણ ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે. પરંતુ હાલમાં આ વીડિયો દિવાળીના સમયમાં ફરીથી પોસ્ટ થવાની સાથે વાયરલ થઇ રહ્યો છે. જેને લોકો પણ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel