...
   

વ્યક્તિએ હાઇ હીલ પહેરી 12.82 સેકન્ડમાં પૂરી કરી 100 મીટર રેસ, રેકોર્ડ બનવા પર થવા લાગી ઉસૈન બોલ્ટથી તુલના

OMG! હાઇ હીલ પહેરી આ વ્યક્તિએ લગાવી 100 મીટરની દોડ, બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ

Christian Roberto López Rodríguez : જ્યારે છોકરીઓ હાઈ હીલ્સ પહેરીને ટિક-ટોક ટિક-ટોક ચાલે છે, ત્યારે લોકો જોતા જ રહી જાય છે. જો કે, હીલ પહેરવી એ દરેકના બસની વાત નથી. કારણ કે તેને લાંબા સમય સુધી પહેરવાથી પગમાં ભારે દુખાવો થઈ શકે છે. આ સિવાય જો તમે આકસ્મિક રીતે ક્યાંક લપસી જાઓ તો બેન્ડ વાગી જાય છે. તેમ છતાં પણ સ્ટાઇલિશ દેખાવા માટે છોકરીઓ થોડી પીડા સહન કરે છે. પરંતુ એક વ્યક્તિએ આ મામલે તમામ છોકરીઓને પાછળ છોડી દીધી છે.

તેણે માત્ર હાઈ હીલ્સ જ નથી પહેરી, પરંતુ તે પહેરીને સૌથી ઝડપી 100 મીટર દોડીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. આ અનોખા રેકોર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને @guinnessworldrecords નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલી આ ક્લિપને 26,000થી વધુ લાઈક્સ મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રિશ્ચિયન નામનો વ્યક્તિ બ્લેક હાઈ હીલ્સ પહેરીને રેસિંગ ટ્રેક પર દોડી રહ્યો છે. તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે.

યુઝર્સ પોસ્ટ પર વિવિધ રીતે કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- વાહ! શું રેકોર્ડ છે. અન્ય એકે કમેન્ટ કરી – ઉસૈન બોલ્ટ. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની વેબસાઈટ અનુસાર શુક્રવારે સ્પેનના ક્રિશ્ચિયને (Christian Roberto López Rodríguez) હાઈ હીલ પહેરીને 100 મીટર દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે તેણે માત્ર 12.82 સેકન્ડમાં 100 મીટર દોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રીતે વ્યક્તિએ ઉસૈન બોલ્ટની બરાબરી કરી લીધી છે.

રેકોર્ડ બનાવવા માટે ક્રિશ્ચિયનને 7 સેમી હીલ અને આંગળીની તરફ 1.5 સેમી પહોળાઈ પહેરવી પડી હતી. જણાવી દઈએ કે ક્રિશ્ચિયનના નામે 57 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. તેના નાક પર કોઈપણ વસ્તુને સૌથી વધુ સમય સુધી સંતુલિત કરવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે 2 કલાક 42 મિનિટ સુધી તેના નાક પર સંતુલન કર્યું. આ સિવાય તેણે 9 મિનિટ 41 સેકન્ડ સુધી સાઈકલને પોતાની ઠુડ્ડી પર બેલેન્સ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

આ ઉપરાંત તેણે 3 વસ્તુઓને જગલિંગ કરતી વખતે 2,082 સીડીઓ ચઢવાનો રેકોર્ડ બનાવ્યો છે.ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, ક્રિશ્ચિયન માટે આ રેકોર્ડ બનાવવો સરળ ન હતો, પરંતુ તેણે ઘણી પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ માટે તે હાઈ હીલ પહેરીને રેસમાં દોડતો હતો. તે ડાયાબિટીસનો દર્દી છે, પરંતુ તેમ છતાં તેણે દુનિયાને બતાવ્યું કે તે પણ સામાન્ય લોકોની જેમ કંઈ પણ કરી શકે છે.

Shah Jina