મેગેઝિન માટે ઉઘાડી થઈને ફોટોશૂટ કરાવેલું, આ અભિનેત્રી રહી છે અનેક વિવાદોમાં, અંડરવર્લ્ડ સાથે જોડાઇ ચૂક્યુ છે નામ, 2000 કરોડના રેકેટ…

બોલિવૂડની વિવાદિત હસીના: ડોન છોટા રાજન સાથે સંબંધ, બીભત્સ ગંદા પોઝથી આવી ચર્ચામાં, સાધ્વી બની ગઈ અને ફરાર- વાંચો આખી સ્ટોરી

20 એપ્રિલ 1972ના રોજ જન્મેલી બોલિવુડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી તેના જમાનાની એક સફળ હિરોઇન રહી છે. તેણે ઘણી સુપરહિટ ફિલ્મો ઇન્ડસ્ટ્રીને આપી છે. આજે પણ તેના ચાહકો તેને ‘રાણાજી માફ કરના’ ગીત માટે યાદ કરે છે. મમતાએ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અદાકારીના દમ પર ચાહકોનું દિલ જીતી લીધુ હતુ. ફિલ્મોમાં અભિનય કરી તેણે જેટલી હેડલાઇન્સ નથી મેળવી એટલી તો અસલ જીવનમાં મેળવી છે. એક સમય એવો આવ્યો કે તેને વિવાદોને કારણે ફિલ્મો મળવાની બંધ થઇ ગઇ અને તે ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઇ, પછી તે સાત્વિક જીવન જીવવા લાગી.

મમતા તેનો 51મો જન્મદિવસ મનાવી રહી છે અને આ અવસર પર અમે તમને તેના અંગત જીવન અને કરિયર સાથે જોડાયેલ કેટલીકા ખાસ વાતો જણાવવા જઇ રહ્યા છીએ. 1992માં આવેલી ફિલ્મ ‘તિરંગા’થી હિંદી સિનેમામાં ડેબ્યુ કરનારી મમતાએ આશિક, આવારા ક્રાંતિવીર, વક્ત હમારા હૈ, સબસે બડા ખિલાડી અને કરણ અર્જુ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. સતત એક બાદ એક હિટ ફિલ્મો આપી મમતા જ્યાં સફળતાની સીડી ચઢવા લાગી હતી, ત્યાં એક સમય એવો આવ્યો કે તેનું કરિયર ડગમગાવા લાગ્યુ અને તે વિવાદોની શિકાર બની ગઇ.

1993માં મમતાએ સ્ટારડસ્ટ મેગેઝિન માટે ટોપલે ફોટોશૂટ કરાવ્યુ હતુ. 90ના દાયકામાં બોલ્ડ ફોટોશૂટ કરાવવું તેના માટે પરેશાનીઓનું કારણ બની ગયુ. એક બાજુ તેના આ ફોટોશૂટે તહેલકો મચાવી દીધો તો બીજી બાજુ મમતાની તે તસવીરો બ્લેકમાં વેચાઇ પણ આ હરકત તેના પર ઘણી ભારે પડી કારણ કે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા બાદ 15 હજાર રૂપિયાનો જુર્માનો તેને ભરવો પડ્યો હતો. એટલું જ નહિ, તેની આ હરકત પર લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને અભિનેત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી હતી.

ખાલી ફોટોશૂટને લઇને જ નહિ પણ અંડરવર્લ્ડ ડોન સાથે સંબંધને લઇને પણ તે ચર્ચામાં રહી છે. અભિનેત્રીને લઇને એવું કહેવાતુ કે રાજકુમાર સંતોષીની ફિલ્મ ચાઇના ગેટમાં મમતાને અડધા શુટિંગ બાદ બહાર કરી દેવાઇ હતી, પણ જ્યારે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને આ વાતની ખબર થઇ તો તેના ઇશારા પર અભિનેત્રી ફિલ્મનો ફરી હિસ્સો બની. પછી એવું કહેવામાં આવ્યુ કે ઇન્ડસ્ટ્રીમાં મમતાને સફળતા મળવી અંડરવર્લ્ડ ડોનને કારણે મુમકિન થઇ. ડોન અને મમતાના સંબંધની ખબર ઇન્ડસ્ટ્રીમાં આગની જેમ ફેલાઇ અને આ ખબરોને દર વખતે અફવા કરાર આપી પણ તેણે ડ્રગ માફિયા વિક્કી ગૌસ્વામી સાથે લગ્ન કરી બધાને ચોંકાવી દીધા.

વર્ષ 2016માં પોલિસે મમતા અને વિક્કીની કેન્યા એરપોર્ટ પર તસ્કરી મામલે ધરપકડ કરી લીધી. જો કે, અભિનેત્રીએ તેને સાજિશનું નામ આપી તેને છોડી દીધો. લગ્ન પહેલા જ મમતાએ ધીરે-ધીરે ફિલ્મો ઓછી કરી દીધી હતી અને વર્ષ 1999માં અભિનેત્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી લગ્ન બાદ ગુમનામ થઇ ગઇ. વર્ષ 2014માં મમતા પોતાની આત્મકથા ઓટોબાયોગ્રાફી બાય યોગિની માટે દુનિયા સામે આવી. આ બુલ લોન્ચ કરતા તેણે ઘણા ખુલાસા કર્યા. તેણે જણાવ્યુ કે, તે ક્યારેય ફિલ્મોમાં નહોતી આવવા માગતી પણ તે તેની માતાની મર્જી આગળ મજબૂર થઇ ફઇલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી, જે તેની સૌથી મોટી ભૂલ હતી.

તેણે એ વાતનો પણ ખુલાસ કર્યો કે ફિલ્મોથી દૂર થયા બાદ તેણે આધ્યાત્મ અપનાવી લીધુ અને સાધ્વીનું જીવન વ્યતીત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, 1992માં મમતાની એક ફિલ્મ આવી હતી પ્રેમ શિકારમ, જેણે બોક્સઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. સાઉથમાં મમતાની ફેન ફોલોઇંગ એટલી વધી ગઇ કે તેના ચાહકોએ તેના માટે હૈદરાબાદમાં એક મંદિર પણ બનાવી લીધુ.

Shah Jina