‘કભી ખુશી કભી ગમ’ની નાની કરીના અત્યારે થઇ ગઈ સુપર ગ્લેમરસ, ફિગર જોઈને બેહોશ થઇ જશો
ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ કરણ જોહરની સુપરહિટ ફિલ્મોમાંની એક છે. ફિલ્મનું દરેક પાત્ર આજે પણ લોકોના મનમાં જીવંત છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક રોશન, કાજોલ, જયા બચ્ચન અને કરીના કપૂર જેવા સુપરસ્ટાર્સ સિવાય ફિલ્મના દરેક પાત્રે પોતાની ઓળખ બનાવી હતી. ફિલ્મમાં કામ કરતા બાળ કલાકારો પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
ખાસ કરીને કરીના કપૂરના બાળપણનું પાત્ર ભજવનાર માલવિકા રાજે ‘પૂ’ બનીને લોકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ની રિલીઝ થયાના ઘણા વર્ષો વીતી ગયા છે. હવે ‘પૂ’નું પાત્ર ભજવનાર બાળકી માલવિકા 27 વર્ષની થઇ ગઈ છે. માલવિકા આજે પણ બાળપણની જેમ ખૂબ સુંદર દેખાય છે. તે અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
માલવિકાએ પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’માં ‘પૂ’ની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે ફરી કોઈ ફિલ્મમાં જોવા મળી હતી નહિ. તે તેના અભ્યાસમાં વ્યસ્ત રહી અને ફિલ્મી કારકિર્દી છોડી દીધી હતી.
View this post on Instagram
આટલા વર્ષો પછી માલવિકા હવે ફરી એક વાર ફિલ્મો તરફ વળી રહી છે. તે ટૂંક સમયમાં ફિલ્મ ‘સ્કવોડ’માં મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ બેલારુસમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમાં એક્શન ડિરેક્ટર કીર બેકે હોલીવુડ જેવી એક્શન સિક્વન્સ આપી છે. જોકે, અગાઉ માલવિકા ઇમરાન હાશ્મી સાથે ‘કેપ્ટન નવાબ’ અંગે ચર્ચામાં હતી.
View this post on Instagram
માલવિકાએ ફિલ્મ ‘જમાને સે ક્યા ડરના’માં પણ કામ કર્યું છે. ખરેખર તે સમયે તે એટલી નાની હતી કે તે રવિના ટંડન અને સંજય દત્તના ખોળામાં રમતી હતી. તેણે આ ભૂમિકા પણ બાળ કલાકાર તરીકે ભજવી હતી.
View this post on Instagram
માલવિકા મોટી થયા પછી તે ‘યૂ એન્ડ આઈ’ મેગેઝિનના કવર પેજ પર પણ દેખાઈ હતી. પછી તેની તસવીર જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે ‘કભી ખુશી કભી ગમ’વાળી છોકરી છે. માલવિકા હવે ખૂબ જ સુંદર બની ગઈ છે.
View this post on Instagram
માલવિકા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો લોકોને ખૂબ ગમે છે. તેની દરેક તસવીર હેડલાઇન્સમાં રહેતી હોય છે. નાની ‘પૂ’ના રૂપમાં દરેકનું દિલ જીતનાર માલવિકા હવે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળશે.
View this post on Instagram
માલવિકાએ કહ્યું કે તે કરિશ્મા કપૂરની મોટી ફેન છે. તે સલમાન અને ગોવિંદા સાથે કરિશ્માની ફિલ્મો જોઈને મોટી થઈ છે. તેમની સ્ટાઇલ અને ડાન્સની જબરદસ્ત દીવાની છે.