શું હાર્દિક પંડ્યાથી ડરે છે MIનું મેનેજમેન્ટ ? હાર્દિકના આવતા જ મલિંગા અને પોલાર્ડ ખુરશીમાંથી ઉભા થઇ ગયા, ફેન્સ ભરાયા ગુસ્સે જુઓ વીડિયો

હાર્દિક પંડ્યાને આવી ગયો છે ઈગો ? ડગાઉટમાં આવતા જ મલિંગા ખુરશી છોડીને થઇ ગયો રવાના, વીડિયો વાયરલ થતા જ ફેન્સ તૂટી પડ્યા.. જુઓ

Malinga left his chair for Pandya : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના થોડા મહિના પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. ત્યારથી નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને મેદાનની અંદર અને બહાર ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ફેન્સ હાર્દિક પંડ્યાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. દરમિયાન, MI કેમ્પના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેણે ચાહકોને વધુ ગુસ્સે કર્યા છે.

વાયરલ થઈ રહેલા લેટેસ્ટ વીડિયોમાં મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ લસિથ મલિંગા કેપ્ટન હાર્દિક પંડ્યાને પોતાની તરફ આવતા જોઈને પોતાની ખુરશી છોડીને જતા જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો હાર્દિક પંડ્યાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો IPL 2024ની 8મી મેચ દરમિયાનનો છે જે મુંબઈ ઈન્ડિયન્સ અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી.

આ મેચ દરમિયાન મુંબઈના ફાસ્ટ બોલિંગ કોચ લસિથ મલિંગા અને બેટિંગ કોચ કિરોન પોલાર્ડ ડગઆઉટમાં બેઠા હતા ત્યારે હાર્દિક પંડ્યા પેડ પહેરીને તેમની તરફ આવ્યો હતો. પંડ્યા તેની તરફ આવતા જ મલિંગા અને પોલાર્ડ બંને ઉભા થવા જતા હતા ત્યારે મલિંગાએ પોલાર્ડને બેસવા કહ્યું અને પોતે તેની સીટ છોડીને ડ્રેસિંગ રૂમ તરફ ગયો. આ સમગ્ર ઘટના તે સમયે કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.

વીડિયો જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ કેમ્પમાં બધુ બરાબર નથી. આ વિડિયો જોઈને એવું લાગે છે કે મલિંગ અને પંડ્યા વચ્ચે ક્યાંક ને ક્યાંક કપ્તાની સાથે કોઈ વિવાદ જોડાયેલો છે. આ વાયરલ વીડિયો પર ફેન્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. બીજી તરફ હૈદરાબાદ સામેની મેચ બાદ ટીમ મેનેજમેન્ટ પણ આ બાબતને લઈને ખૂબ ચિંતિત દેખાઈ રહ્યું છે. રોહિત શર્મા સાથે નીતા અંબાણી અને અનંત અંબાણીની ચર્ચાની તસવીરો પણ સામે આવી છે.

Niraj Patel