મેચ જોવા પહોંચેલા પરિણીતિ ચોપરા અને રાઘવા ચડ્ડાનો ફોટો શેર કરી ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરે લખ્યુ- બેબી બુચ મારી ગઇ…

બોલિવૂડ અભિનેત્રી પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા જ્યારે પણ એકસાથે જોવા મળે છે ત્યારે તેમના લગ્ન અને સગાઇને લઇને અટકળો ચાલુ થઇ જાય છે. હજુ સુધી તો બંનેમાંથી કોઈએ પણ અત્યાર સુધી લગ્ન વિશે કંઇ જ નથી કહ્યુ. ડેટિંગની અફવાઓ વચ્ચે, પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા મોહાલીમાં ક્રિકેટ મેચનો આનંદ માણતા જોવા મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે મોહાલીના સ્ટેડિયમમાં પરિણીતી ચોપરાને જોઈને ચાહકોએ પરિણીતી ભાભી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

મેચ જોવા પહોંચ્યા પરિણીતિ ચોપરા અને રાઘવ ચડ્ડા

આ બધું જોઈને અભિનેત્રી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. વીડિયોમાં પરિણીતી ચાહકોને હાથ બતાવતી જોવા મળી રહી છે. પરિણીતી અને રાઘવના વીડિયો અને ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. પરિણીતી સાથે રાઘવ ચઢ્ઢાની માતા પણ મેચ જોવા આવી હતી. એવા સમાચાર છે કે પરિણીતી અને રાઘવ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. રાઘવે આ દરમિયાન બ્લેક શર્ટ પહેર્યો હતો, જ્યારે પરિણીતી ચોપરાએ બ્લેક ટોપ પહેર્યું હતું.

પરિણીતિ ભાભી જીંદાબાદના લાગ્યા નારા

અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાએ હવે પછી તેમના સંબંધો વિશે સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ આ કપલ ભૂતકાળમાં ઘણી વખત સાથે જોવા મળ્યું છે. જ્યારે સ્ટેડિયમમાં દર્શકોએ પરિણીતી અને રાઘવને મેચના ઉત્સાહમાં જોયા તો તેઓ વધુ ઉત્સાહિત થઈ ગયા. પરિણીતીને જોઈને લોકો ‘ભાભીજી’ કહેવા લાગ્યા. આ સાંભળીને પરિણીતી પણ શરમાઈ ગઈ અને હસી પડી. આખું સ્ટેડિયમ પરિણીતી ભાભી ઝિંદાબાદના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

મલ્હાર ઠાકરે ઇન્સ્ટા પર સ્ટોરી કરી શેર

આના પર રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા પોતાના હાસ્યને કાબૂમાં રાખી શક્યા નહીં. ત્યારે આ બધા વચ્ચે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે પણ ઇન્સ્ટા સ્ટોરીમાં રાઘવ અને પરિણીતીની તસવીરો શેર કરી દુખ વ્યક્ત કર્યુ. મલ્હારે ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યુ- તેમની શુભયાત્રાને ઘણી ખમ્મા, બેબી બુચ મારી ગઇ, આવું ના કરાય એ ! બેબી બુચ મારી ગઇ.

જણાવી દઇએ કે, શુભયાત્રાએ મલ્હાર ઠાકરની ફિલ્મ છે, જે થિયેટરમાં રીલિઝ થઇ ચૂકી છે અને આ ફિલ્મને દર્શકોનો પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. મલ્હારે આ સ્ટોરી શેર કરી એકસાથે બે તીર છોડ્યા. પરિણીતી અને રાઘવના લગ્નનું દુખ જાહેર કર્યુ અને પોતાની ફિલ્મ શુભયાત્રા તેમજ તેના ગીત બેબી બુચ મારી ગઇનું પ્રમોશન પણ કરી દીધુ. ઘણીવાર મલ્હાર જાહેર જગ્યા પર કહી ચૂક્યો છે કે તેને પરિણીતિ ગમે છે.

પણ હવે તો પરિણીતી રાઘવની થવા જઇ રહી છે. પહેલા મલ્હાર એવું પણ કહી ચૂક્યો છે કે જ્યાં સુધી પરિણીતિના લગ્ન ના થાય ત્યાં સુધી આશા તો રાખી શકાય. વાત કરીએ પરિણીતી અને રાઘવની તો બંનેના લગ્નને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ઘણી વખત બંનેના લગ્નની તારીખના સમાચાર પણ આવે છે. ત્યારે હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે 13 મેના રોજ આ કપલ સગાઈ કરવા જઈ રહ્યા છે. જો કે, તે બંને તરફથી કે પરિવાર તરફથી આ સંબંધ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

Shah Jina