દુ:ખદ સમાચાર ! મશહૂર ગાયકનું લાઇવ કોન્સર્ટમાં ‘માના હો તુમ બેહદ હસીન…’ગીત ગાતા થયુ નિધન

છેલ્લા કેટલાક સમયથી મનોરંજન જગતમાંથી અનેક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સંગીતનો લોકપ્રિય ચહેરો અને દિગ્ગજ ગાયિક એડવા બશીર હવે રહ્યા નથી. સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ દરમિયાન 78 વર્ષીય ગાયકનું અવસાન થયું હતું. તે કેરળના અલપ્પુઝામાં બ્લુ ડાયમંડ ઓર્કેસ્ટ્રા ટ્રુપની સુવર્ણ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન તે ગીત ગાતી વખતે જ સ્ટેજ પર પડી ગયા હતા. પડી ગયા બાદ તેમને ચેરથલાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહોતો. તે તિરુવનંતપુરમના ઈડાવાના વતની છે.

આ ઘટના રાત્રે 9.30 કલાકે બની હતી. આ કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. તેમણે સ્ટેજ પર યેસુદાસનું ગીત- માના હો તુમ બેદહ હસીન ગાયુ હતુ. ગીત દરમિયાન જ તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જે બાદ કાર્યક્રમ તરત જ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.તિરુવનંતપુરમના ઈડાવામાં જન્મેલા બશીરે ઘણા ફિલ્મી ગીતો ગાયા હતા, પરંતુ તે તેના સ્ટેજ પર્ફોર્મન્સ માટે જાણીતા હતા. તેમણે સ્વાતિ થિરુનલ સંગીત એકેડમીમાંથી સંગીતમાં શૈક્ષણિક ડિગ્રી મેળવી હતી.

1972માં તેમણે કોલ્લમ સંગીતાલય ગનમેળા મંડળીની રચના કરી. બશીરે યેસુદાસ અને રફીના ગીતો સાંભળીને પોતાની તાલીમ શરૂ કરી. તેમણે શાળા અને કોલેજમાં ઘણા પુરસ્કારો જીત્યા.બી શીર અને તેમના મિત્રોએ ઓલ કેરળ સંગીતકારો અને ટેકનિશિયન એસોસિએશનની શરૂઆત કરી. તેઓ લાંબા સમય સુધી એસોસિએશનના પ્રમુખ હતા. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘વીના વાયુકુમ’ ગીતથી ડેબ્યૂ કર્યું હતું. આસપાસના લોકો સ્ટેજ તરફ દોડ્યા. એડવા બશીરને સ્ટેજ પર પડ્યા બાદ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જો કે, તેમને હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતાા. 87 વર્ષીય એડવા બશીરના મૃત્યુથી કેરળના સંગીતપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે એડવા બશીર મલયાલમ ફિલ્મો માટે પ્લેબેક સિંગર હતા, સાથે જ તેઓ બ્લુ ડાયમન્ડ્સ નામથી ઓર્કેસ્ટ્રા ચલાવતા હતા. કેરળમાં ઓર્કેસ્ટ્રાને લોકપ્રિય બનાવવામાં એડવા બશીરે મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

Shah Jina