ફેશનના ચક્કરમાં Oops મોમેન્ટનો શિકાર થઇ મલાઇકા અરોરા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ મચી ગઇ બબાલ…જુઓ

આ જાણી જોઈને Oops મોમેન્ટનો શિકાર થતી હશે? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ મચી ગઇ બબાલ…જુઓ

મલાઈકા અરોરા તેના બોલ્ડ એક્ટ માટે જાણીતી છે. તે અવાર નવાર તેના બોલ્ડ અને શોર્ટ્સ આઉટફિટને લઇને હેડલાઇન્સમાં રહે છે. જો કે મલાઈકા 48 વર્ષની છે, પરંતુ તેણે જે રીતે પોતાની ફિટનેસ મેઇનટેઇન કરી છે તે જોઈને કોઇ તેની ઉંમરનો અંદાજ ના લગાવી શકે. મલાઇકા ઘણીવાર પાર્ટી અને ઇવેન્ટ માટે અલગ અલગ બોલ્ડ લુક કેરી કરે છે. આ ઉપરાંત તેના જીમ આઉટફિટ્સમાં પણ બોલ્ડનેસનો એક અલગ જ તડકો લગાવે છે.

મલાઇકા ખૂબ જ ગ્લેમરસ છે અને તે અવાર નવાર તેની બોલ્ડ ફેશનથી ફેશન ગોલ્સ આપતી રહે છે. જો કે, કેટલીકવાર ફેશનના ચક્કરમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ થઇ જતી હોય છે. ત્યારે હાલમાં જ એક વીડિયો મલાઇકાનો સામે આવ્યો છે. જેમાં તે કારથી ઉતરતા Oops Momentનો શિકાર થતી જોવા મળી રહી છે. મલાઇકા ઘણી આરામથી ગાડીથી ઉતરી રહી હોય છે પણ તેમ છત્તાં પેપરાજીના કેમેરામાં તેની Oops મોમેન્ટ કેદ થઇ જાય છે. મલાઇકા અરોરા સાથે તેની બહેન અમૃતા અરોરા પણ જોવા મળી રહી છે.

અદાકારા ઘણીવાર એવા કપડા પહેરી લે છે કે જેને કારણે તેને ચાલવા-ફરવા અને બેસવા-ઉઠવામાં તકલીફ થાય છે. ઘણીવાર તો તે એટલા નાના કપડા પહેરી લે છે કે શરીર છુપાવવું પણ મુશ્કેલ થઇ જાય છે અને એવામાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે.જણાવી દઇએ કે, મલાઈકા અરોરા તેની અંગત લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. તે ઘણા લાંબા સમયથી અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા અર્જુન કપૂર કરતા લગભગ 11 વર્ષ મોટી છે અને આ માટે તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવે છે.

જો કે, તે આના પર વધારે ધ્યાન નથી આપતી. થોડા ઘણા સમય પહેલા મલાઈકાએ તેની ડ્રેસિંગ સેન્સને લઈને ઉઠેલા સવાલોના જવાબ આપતાં બેફામપણે કહ્યું હતું કે તે તેની અંગત પસંદગી છે. બોલિવૂડ બબલ સાથે વાત કરતાં તેણે કહ્યું હતુ કે મહિલાઓને હંમેશા તેમની હેમલાઇન અને નેકલાઇનથી જજ કરવામાં આવે છે. પરંતુ લોકો ભૂલી જાય છે કે કપડાં પહેરવા એ તમારી અંગત પસંદગી છે, અન્ય કોઈ તમને કેવી રીતે કહી શકે કે તમારે કેવા કપડાં પહેરવા જોઈએ?

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina