અરબાઝ ખાનની જુવાન ગર્લફ્રેન્ડ જોર્જિયા સાથે થયુ બ્રેકઅપ ? એક્સ વાઇફ મલાઇકા અરોરાએ જણાવી હકિકત

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેના શો ‘મૂવિંગ ઇન વિથ મલાઇકા’ બાદ ઘણી ચર્ચામાં આવી ગઇ છે. આ શોમાં રોજ કંઇકના કંઇક નવું જોવા મળે છે. આ શોમાં ફરાહ ખાન પહોંચી હતી અને આ દરમિયાન મલાઇકાએ તેની લાઇફ સાથે જોડાયેલા કેટલાક રાઝ પણ ખોલ્યા હતા. તે બાદ મલાઇકા અરોરાના સોમાં કરણ જોહર આવ્યો. આ સમયે મલાઇકાએ પોતાની પર્સનલ લાઇફને લઇને ખુલીને વાત કરી હતી. જેની ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

શોમાં કરણ જોહર મલાઇકાને તેના એક્સ પતિ અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની વિશે સવાલ પૂછે છે. જેનો મલાઇકા ઘણી બેબાકીથી જવાબ આપે છે. કરણે પૂછ્યુ કે, જ્યારે હાલમાં અરબાઝનું જોર્જિયા સાથે બ્રેકઅપ થયુ તો શું તેણે આ વિશે વાત કરી ? આના જવાબમાં મલાઇકાએ કહ્યુ કે, હું અરબાઝ અને જોર્જિયાના બ્રેકઅપની અફવાઓને લઇને શ્યોર નથી. સાચુ કહુ તો,

હું તેમને આવા સવાલ નથી પૂછતી. હું એવી માણસ છું કે, હું અરહાનને પણ નથી પૂછતી કે તેની લાઇફમાં શું ચાલી રહ્યુ છે. મને આ બધુ કરવું પસંદ નથી. મને લાગે છે કે હું લાઇન ક્રોસ કરી રહી છું, હું જાણુ છું કે કેટલાક કપલ્સ એવા પણ હોય છે, જે છૂટાછેડા પછી બાળકો પાસે એકબીજાની લાઇફ વિશે અપડેટ લે છે, પણ હું તેવા લોકોમાં નથી. હું આવી બધી વસ્તુઓથી દૂર રહું છું. કરણે મલાઇકાને આગળ પૂછ્યુ કે, અરબાઝથી અલગ થયા બાદ તેની સાથે કેવી રીતનું રિલેશન શેર કરે છે.

જેના જવાબમાં મલાઇકા કહે છે કે મને લાગે છે કે અમારા વચ્ચે સારુ ઇક્વેશન છે. અમે બંને પહેલા કરતા વધારે સારા એકબીજા સાથે રહીએ છીએ. જણાવી દઇએ કે, મલાઇકા અરોરા અને અરબાઝ ખાને એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. જે બાદ વર્ષ 2016માં બંનેએ અલગ થવાનું એલાન કર્યુ અને લગ્નના 19 વર્ષ બાદ વર્ષ 2017માં બંનેના છૂટાછેડા થયા. આ લગ્નથી બંનેને એક દીકરો અરહાન ખાન પણ છે. છૂટાછેડા બાદ પણ બંને સારુ બોન્ડિંગ શેર કરે છે.

મલાઇકા અને અરબાઝને ઘણીવાર તેમના દીકરા સાથે સ્પોટ કરવામાં આવે છે. મલાઇકાએ છૂટાછેડા સમયે અરબાઝ પાસેથી 15 કરોડ રૂપિયાની એલિમની લીધી હતી. ઉલ્લેખનીય છે કે, છૂટાછેડા બાદ જ્યાં મલાઇકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે, ત્યાં અરબાઝ મોડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. અરબાઝ અને જોર્જિયા ઘણીવાર ચર્ચામાં રહે છે. જો કે, હાલમાં બંનેના બ્રેકઅપની ખબરો હેડલાઇન્સ બનાવી રહી છે.

Shah Jina